IPL 2024: પર્પલ કેપની રેસમાં આ ખેલાડી આગળ
IPL 2024: આ વખતની સિઝનમાં બોલરોમાં પર્પલ કેપની રેસ પણ ઘણી રોમાંચક જોવા મળી હતી. હાલ તો ટોપ-5માં ભારતીય બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે. હાલ તો અત્યાર સુધીમાં 54 મેચો પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ભલે ખરાબ જોવા મળી રહ્યું પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. પર્પલ કેપની રેસમાં તમામ ભારતીય બોલર ટોપ-5માં ભાગ્યે જ જોવા મળે છે. તેની સામે બીજા ખેલાડીઓ જસપ્રીત બુમરાહને હરાવવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. આવો જાણીએ તમામ માહિતી.
પર્પલ કેપની રેસમાં આકર્ષક સ્પર્ધા
પર્પલ કેપની રેસમાં જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ હર્ષલ પટેલ, ટી નટરાજન, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ સામે ટક્કરમાં છે. જસપ્રીત બુમરાહે IPL 2024માં અત્યાર સુધી 11 મેચ રમીને 17 વિકેટ પોતાના નામે કરી છે. તે જ સમયે, હર્ષલ પટેલની વાત કરવામાં આવે તો તે પણ 11 મેચમાં 17 વિકેટ લીધી છે. વરુણ ચક્રવર્તી ત્રીજા સ્થાન પર છે. તેણે 11 મેચમાં 16 બેટ્સમેનોને આઉટ કર્યા છે. ટી નટરાજનની વાત કરીએ તો તે 8 મેચમાં 15 વિકેટ લીધી છે અને તે યાદીમાં ચોથા સ્થાને છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાં આતંકવાદી હુમલાની ધમકી!
પર્પલ કેપ જીતનાર ભારતીય બોલરો
IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની વાત કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ – 11 મેચમાં 17 વિકેટ, હર્ષલ પટેલ – 11 મેચમાં 17 વિકેટ, વરુણ ચક્રવર્તી – 11 મેચમાં 16 વિકેટ, ટી નટરાજન – 8 મેચમાં 15 વિકેટ, અર્શદીપ સિંહ – 11 મેચમાં 15 વિકેટ લીધી છે. પર્પલ કેપ જીતનાર ભારતીય બોલરોની યાદીની વાત કરવામાં આવે તો વર્ષ 2009 – આરપી સિંહ, વર્ષ 2010 – પ્રજ્ઞાન ઓઝા, વર્ષ 2014 – મોહિત શર્મા, વર્ષ 2016 – ભુવનેશ્વર કુમાર, વર્ષ 2017 – ભુવનેશ્વર કુમાર, વર્ષ 2021 – હર્ષલ પટેલ, વર્ષ 2022 – યુઝવેન્દ્ર ચહલ, વર્ષ 2023 – મોહમ્મદ શમી છે.