Ahmedabad : આજથી 4 દિવસ રાજ્યમાં વાતાવરણ વાદળછાયુ રહેશે, ઠંડીનો પારો 3 ડિગ્રી ઘટવાની શક્યતા
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4-5 દિવસ રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહેશે તેવી સંભાવના છે. સાથે સાથે ઠંડીનો પારો 3 ડિગ્રી ઘટવાની પણ શક્યતા દેખાઇ રહી છે. પાકિસ્તાનમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં રાત્રિ દરમ્યાન તાપમાન 17 ડિગ્રી નોંધાઈ શકે છે. ગઈકાલથી ફરી પવનની દિશા બદલાતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે ત્યારે તાપમાનના પારામાં વધઘટની શક્યતા જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ઘટશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે, જોકે હાલ રાજ્યમાં સ્થિતિ એવી છે કે વહેલી સવારે અને રાત્રે ઠંડી જોવા મળે છે અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
અમદાવાદની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં હાલ પાંચ દિવસ સુકૂં રહેશે તેવી સંભાવના છે બીજી બાજુ ગુજરાતમાં વરસાદીની કોઇ શક્યતા નથી. 2 દિવસથી પવનની દિશા બદલાતા શહેરના લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળશે. બીજી બાજુ ઉત્તર-પૂર્વથી ફૂંકાતા પવનોના કારણે ઠંડીનો પારો દોઢ ડિગ્રી ગગડીને ૧૨.૫ ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં થોડો વધારો જોવા મળશે. ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર નોંધાયુ અને નલિયામાં લઘુત્તમ તાપમાન 14 જોવા મળ્યું હતું. ગુજરાતના શહેરોની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14,સ રાજકોટનું 15, વડોદરાનું 13 અને સુરતનું 17 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ હવામાન ઠંડુ રહેશે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 થી 14 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે. જ્યારે તારીખ 03 -04 ફેબ્રુઆરીના રોજ વાતાવરણમાં ભેજ વધવાની શક્યતા છે. બે દિવસ ઠંડી પડશે બાદ ઘટાડો થશે.
ક્યાં કેટલું તાપમાન?
ગાંધીનગર | 11 ડિગ્રી તાપમાન |
અમદાવાદ | 14 ડિગ્રી તાપમાન |
રાજકોટ | 15 ડિગ્રી તાપમાન |
વડોદરા | 13 ડિગ્રી તાપમાન |
સુરત | 17 ડિગ્રી તાપમાન |