May 20, 2024

લોકસભા ચૂંટણી પહેલા 50 IAS અધિકારીઓની કરાઈ બદલી

Gujarat IAS Officer

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મોટાભાગના અમદાવાદના DDO અને કલેકટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી કરાઈ છે.

જિલ્લા કલેકટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, સહિતના અધિકારીઓ બદલાયા છે. વિવિધ વિભાગોના વડાઓની પણ બદલી કરાઈ છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને બદલીના ઓડર કરાયા છે. 2009 થી 2020 બેચના આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી ,ખેડા, ગીર સોમનાથ, વલસાડ,‍‌‌ સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે.

નોંધનીય છે કે આ પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 38 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામા આવી હતી. 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતા. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.