January 13, 2025

AMCએ બજેટ માટે રિવ્યૂ બેઠક કરી, વિપક્ષના નેતાએ કહ્યું માત્ર ટાઈમ પાસની બેઠક

Ahmedabad Municipal Corporation: AMCએ બજેટ માટે રિવ્યૂ બેઠક કરી છે. જેમાં અગાઉના બજેટ વિશે આક્ષેપ કરતા વિપક્ષના નેતાએ નિવેદન આપ્યું છે. પાછલા ચાર વર્ષોમાં 34,594 કરોડ અંદાજ પત્ર બનાવામાં આવ્યું હતું. જેમાંથી 7266 કરોડ ઉપયોગમાં લેવાયા જ નથી.

આ પણ વાંચો: ભાવનગરમાં લાલ જામફળની આવક થઈ શરૂ, વિદેશમાં પણ છે આ જામફળની માંગ

ટાઈમ પાસની બેઠક
રિવ્યૂ બેઠક માત્ર ટાઈમ પાસની બેઠક હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતાઓએ કહ્યું કે, 24 કલાક પાણી દેવામાં આવશે સારા રોડ અપાશે સાબરમતી નદી શુદ્ધ થશે શહેર સાફ રાખશે બધી વાતો માત્ર વાતો જ હતી. વોર્ડ દીઠ બે વાઇટ ટોપિંગ રોડ બન્યા નથી. વીએસ હોસ્પિટલ પૂરી કરી નાંખી છે. 15 તળાવ લોજિસ્ટિક પાર્કની વાતો કરવામાં આવી હતી. ખારીકટ કેનાલ બનવાના હજુ બે વર્ષ લાગી જશે.