નકલી જજ મોરિસનો વધુ એક કાંડ પકડાયો, AMCને ચૂનો ચોપડવાનો કર્યો હતો પ્રયત્ન
અમદાવાદઃ નકલી જજ મામલે દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કાંડ પકડાયો છે. મોરિસ ક્રિશ્ચિયન નામના નકલી જજે અમદાવાદ મહાનગરપાલિકાને પણ ચૂનો લગાડવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ શહેરના 5 સર્વે નંબરના પ્લોટમાં ખોટો ઓર્ડર કર્યો હતો. નારોલ શાહવાડીના પ્લોટનો ખોટો ઓર્ડર કરવામાં આવ્યો હતો. સર્વે નંબર 102, 107, 117, 118, 138ના પ્લોટ માટે ઓર્ડર કર્યો હતો. ઓર્ડર વિન્સેન્ટ કાર્પેન્ટરના હિતમાં કર્યા હતા. આ સમગ્ર મામલે AMCના લીગલ ચેરમેન એક્શનમાં આવ્યા છે. ત્યારે કોર્ટમાં થયેલા દાવા મામલે AMC પણ મોરિસ ક્રિશ્ચિયન સામે ફરિયાદ કરશે.