અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી બિનવારસી વાહન ઝુંબેશ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં પડી રહેલા બિનવારસી વાહનો ક્રાઇમ બ્રાન્ચ કબજે કરી રહી છે. જોકે શહેરમાં વધી રહેલ ચેઈન સ્નેચીંગ, ચોરી સહિત અન્ય ગુનાઓને અટકાવવા એક પ્રયાસ કર્યો છે. મોટા ભાગના ગંભીર ગુનાઓ જે રીતે આરોપીઓ ચોરીના વાહનો ગુના કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે જેને લઇ ક્રાઈમ બ્રાન્ચે આ ઝુંબેશ શરૂ કરી છે અને જેમાં અત્યાર સુધી 164 બિનવારસી ટુ વ્હીલર્સ છે તે કબ્જે કર્યા છે.
નોંધનીય છેકે આ ઝુંબેશ શરૂ રહેશે અને મોટી માત્રામાં વાહનો કબ્જે કરવાનું ટાર્ગેટ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ વર્ગીકરણ પણ કરવામાં આવી રહેલ છે કે આ વાહનોમાં ચોરીના કેટલા છે અને ચોરી કર્યા બાદ ગુનાઓ કર્યા છે કે કેમ તે તમામ તપાસ કરવામાં આવી રહેલ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવેલ છે. જે મોબાઈલ 6359625365 નંબર ઉપર ગુપ્ત માહિતી આપી શકાશે. ત્યારે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને ઈનામ આપવામાં આવશે.