December 19, 2024

ભારે વરસાદ બાદ સુરતના તડકેસ્વરમાં કફોડી સ્થિતિ, સ્થાનિકોમાં રોષ

કિરણસિંહ, સુરત: સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક ગામોના રસ્તાઓ અને હાઇવે પર નદીઓ વહેતી હોય તેમ જણાઈ રહી છે. તડકેશ્વર ગામ નજીક કાસનું પાણી નદીની જેમ વહી રહ્યું છે જયારે પોલ્ટી ફાર્મ વિસ્તારમાં જવાનાં રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી સાચી પડી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસતા નદી, નાળા, ચેકડેમ ઉભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જયારે રહેણાંક વિસ્તારમાં વરસાદી કાસનું પાણી ફરી વળતા તડકેસ્વર ગામના પોલ્ટી ફાર્મ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

માંડવી તાલુકાનું તડકેસ્વર ગામ કીમ માંડવી સ્ટેટ હાઇવે પર આવેલું છે. ભારે વરસાદમાં રોડને અડીને ખેતરોના કાસનુ પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું હતું. તડકેશ્વર ગામના પોલ્ટી ફાર્મ જવાનાં ફળીયાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા પોલ્ટી ફાર્મના રહીશો અકળાઈ ઉઠ્યા છે.