January 23, 2025

હિંડનબર્ગના ખુલાસાઓ પર અદાણીની પ્રતિક્રિયા, દાવાને ગણાવ્યો નફો મેળવવાનો પ્રયાસ

Hindenburg Report: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના લેટેસ્ટ રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર SEBI પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. શનિવારે જાહેર કરવામાં આવેલ અહેવાલ અંગે, રવિવારે સવારે, SEBIના વડા માધાબી પુરી બૂચે ચોખવટ કરતાં નિવેદન આપ્યું હતું અને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તો, આ મામલે હવે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપ દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે. જૂથે આ આરોપોને તથ્યો અને કાયદાની અવગણના તરીકે ગણાવ્યા.

અદાણી ગ્રુપે ફગાવ્યાં તમામ આરોપો
અદાણી ગ્રુપ તરફથી હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો દુર્ભાવનાપૂર્ણ અને તથ્યો સાથે છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યા છે. અમે હિંડનબર્ગ દ્વારા જૂથ વિરુદ્ધ કરવામાં આવેલા આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, જે ફક્ત અમને બદનામ કરવા માટેના રિસાયક્લિંગ દાવાઓ છે. અદાણી ગ્રૂપ તરફથી કહેવામાં આવ્યું છે કે અગાઉ કરવામાં આવેલા આ તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણા સાબિત થયા છે. આ પહેલા જ જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

હિંડનબર્ગના અહેવાલ પર જાહેર પરેલ પોતાના નિવેદનમાં અદાણી જૂથે ફરીથી કહ્યું છે કે, ‘અમારું ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચર સંપૂર્ણપણે પારદર્શક છે, જેમાં તમામ તથ્યો અને વિગતો નિયમિતપણે કેટલાક જાહેર દસ્તાવેજોમાં પ્રદર્શિત થાય છે.’ બદનામ કરવાના આ ઇરાદાપૂર્વકના પ્રયાસમાં ઉલ્લેખિત વ્યક્તિઓ અથવા બાબતો સાથે અદાણી જૂથનો બિલકુલ વ્યવસાયિક સંબંધ નથી.