18 વર્ષથી ફરાર અંજુમન કુરેશીની ATS દ્વારા ધરપકડ
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોનો બદલો લેવા માટે ઉપયોગમાં લેવાતા હથિયારોની હેરફેરની આરોપી 52 વર્ષીય મહિલાને 18 વર્ષ બાદ ગુજરાત ATS દ્વારા પકડી પાડી છે. મીડિયાના અહેવાલ અનુસાર ATSએ અંજુમ કુરેશીની 23 જાન્યુઆરીએ વટવા વિસ્તારના એક ઘરમાંથી ધરપકડ કરી હતી. ATSએ જણાવ્યું હતું કે મહિલાને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે અને તેની સામે આર્મ્સ એક્ટ 2005ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ATSએ કહ્યું કે, 2002માં ગોધરા પછીના રમખાણોનો બદલો લેવા માટે ગોધરા શહેરના ત્રણ લોકોએ વારિસ પઠાણ, નસીમ પઠાણ અને નાદિર ખાન પઠાણ પૈસા ભેગા કરવાની સાથે સાથે હથિયાર અને દારૂગોળો ખરીદવાનું નક્કી કર્યું.” તેણે 2005માં લોકો પાસેથી 50,000 રૂપિયા ભેગા કર્યા અને ઉત્તર પ્રદેશથી બંદૂક અને કારતૂસ ખરીદવા ગુલામ રબ્બાની શેખને આપ્યા હતા.
એમ નિવેદનમાં જણાવ્યાં અનુસાર ચારેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 10 દેશી બનાવટની બંદૂકો અને એટલી જ સંખ્યામાં કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા, વધુમાં તેમની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ફિરોઝ કાનપુરી અને તેની પત્ની અંજુમ કાનપુરી પણ આ ગુનામાં સામેલ હતા. ગુલામની સૂચનાથી તે પોતાની કારમાં દાહોદ ગયો અને કેટલાક હથિયારો એકઠા કરી અમદાવાદમાં વારિસ પઠાનને આપ્યા હતા. બીજી બાજુ ATSના જણાવ્યા અનુસાર ફિરોઝ કાનપુરી હજુ પણ ફરાર છે.