May 19, 2024

Ahmedabad : લોકસભાની ચૂંટણી લઈને પાટીલે કાર્યકરો સમક્ષ આપ્યું નિવેદન

અમદાવાદ ખાતે ભાજપની મહાનગર બૃહદ બેઠક યોજાઇ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આગામી લોકસભા-2024 ચૂંટણીને લઇને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. જેના કારણે કાર્યકરો ચોંકી ગયા હતા. પાટીલે આ બેઠકમાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો માટે હાલ કોઇ ટિકિટ નક્કી કરવામાં આવી નથી. બીજી બાજુ આગામી લોકસભાની ચૂંટણીને પગલે કાર્યકરોના ટિકિટને લઇને સપના પર પાણી ફરી વળ્યું છે. પાટિલના આ આ નિવેદનથી BJP કાર્યકરોમાં તર્કવિતર્ક જોવા મળી રહ્યાો છે. કાર્યકરોમાં કેટલાક સવાલો ઉભા થઇ રહ્યાં છે કે શું લોકસભા ચૂંટણીમાં BJPનો રિપિટ થિયરી અપનાવશે કે કેમ? પાટીલના નિવેદનથી ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઇ છે કે શું ભાજપ વિધાનસભા બેઠક માફક લોકસભા બેઠકમાં બદલાવ લાવશે?


લોકસભા ચૂંટણી પહેલા પાટીલે સૌને ચોંકાવી દીધા હતા. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિધાનસભા બેઠક માફક લોકસભા બેઠકમાં પણ આવશે બદલાવ લાવે તેવી સંભાવના દેખાઇ રહી છે. કાર્યકરોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે પાટીલે આ નિવેદન અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદો માટે આપ્યું હોઈ શકે છે. તો બીજી બાજુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું BJP વિધાનસભાની જેમ લોકસભામાં પણ ટિકિટ આપવામાં ફેરફાર કરશે? શું આગામી લોકસભા ચૂંટણીમાં BJP નો રિપિટ થિયરી અપનાવશે? આ સવાલોની વચ્ચે માહિતી અનુસાર જાણવા મળ્યું કે હાલ પાર્ટીના પ્રભારીઓ વર્તમાન સાંસદોની સાથે-સાથે અન્ય નામોની પણ શોધખોળ કરી રહ્યા છે.

રાજકીય કાર્યકરોને જોડવાની યોજના
આગામી દિવસોમાં ભાજપ વિરોધ પક્ષોના નેતાઓ અને રાજકીય કાર્યકરોને મોટા પાયે પાર્ટીમાં કરશે, નોંધનીય છે કે ભાજપે હાલ ભરતી અભિયાન શરૂ કરી દીધું છે. જેની તૈયારીઓ પણ સંપૂર્ણ રણનીતિ સાથે ચાલી રહી છે. ભાજપે આવા નેતાઓની યાદી તૈયાર કરી છે અને તેમને પક્ષમાં આવકારવા માટે 6 સભ્યોની કમિટી બનાવી છે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા, વડોદરાના પ્રભારી રાજેશ પાઠક, યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ હિમાંશુ પટેલ અને સહ પ્રવક્તા જયરાજસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.