May 3, 2024

AAPના મનિષ સિસોદિયાએ જેલમાંથી લખ્યો ભાવુક પત્ર, કહ્યુ – જલદી બહાર મળીશું

aap politician manish sisodia write letter from tihar jail said will soon meet outside

મનિષ સિસોદિયા - ફાઇલ

નવી દિલ્હીઃ મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં હું બધાને મિસ કરી રહ્યો છું. આપણે જલ્દી બહાર મળીશું. સિસોદિયાએ પત્રમાં સીએમ અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા છે.

સિસોદિયાએ લખ્યું કે, મને ખુશી છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ થઈ છે. અમે ખૂબ જ પ્રમાણિકતા સાથે કામ કર્યું. સિસોદિયાએ પોતાના પત્ર દ્વારા કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું છે. સિસોદિયાએ લખ્યું કે, જે રીતે આઝાદી સમયે અંગ્રેજો સામે બધાએ લડાઈ લડી હતી. એ જ રીતે અમે સારા શિક્ષણ માટે લડી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી

મનીષ સિસોદિયાએ લખ્યુ કે, ‘જલ્દી બહાર મળીશું. શિક્ષણ ક્રાંતિ લાંબુ જીવો, તમે બધાને પ્રેમ કરો. છેલ્લા એક વર્ષમાં મેં દરેકને મિસ કર્યા છે. બધાએ સાથે મળીને ખૂબ જ ઈમાનદારીથી કામ કર્યું છે. જે રીતે આઝાદી સમયે બધા લડ્યા હતા, તે જ રીતે આપણે સારા શિક્ષણ અને શાળાઓ માટે લડી રહ્યા છીએ. અંગ્રેજોની સરમુખત્યારશાહી પછી પણ આઝાદીનું સ્વપ્ન સાકાર થયું છે. એ જ રીતે એક દિવસ દરેક બાળકને યોગ્ય અને સારું શિક્ષણ મળશે. અંગ્રેજોને પણ પોતાની શક્તિનો ખૂબ જ ગર્વ હતો. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ ગાંધીજીને ઘણા વર્ષો સુધી જેલમાં રાખ્યા. અંગ્રેજોએ નેલ્સન મંડેલાને પણ કેદ કર્યા હતા. આ લોકો મારી પ્રેરણા છે અને તમે બધા મારી તાકાત છો.’

સિસોદિયાએ આગળ લખ્યુ કે, ‘વિકસિત દેશ બનવા માટે સારું શિક્ષણ અને શાળાઓ હોવી જરૂરી છે. મને ખુશી છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ થઈ છે. પંજાબ શિક્ષણ ક્રાંતિના સમાચાર વાંચીને હવે હું રાહત અનુભવું છું. જેલમાં રહીને તમારા પ્રત્યેનો મારો પ્રેમ વધુ વધ્યો છે. તમે લોકોએ મારી પત્નીની ખૂબ કાળજી લીધી છે. તમારા બધા વિશે વાત કરતી વખતે સીમા ભાવુક થઈ જાય છે. તમે બધા તમારી સંભાળ રાખો.’

આ પણ વાંચોઃ RBIની મોટી જાહેરાત, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડના આરોપમાં છેલ્લા એક વર્ષથી જેલમાં છે. 26 ફેબ્રુઆરી, 2023ના રોજ મનીષ સિસોદિયાની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ કેસમાં 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. તો બુધવારે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને આ કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.