May 17, 2024

આ દિવસથી ગુજરાતમાં ફરીથી ગરમી વધશે!

દિલ્હી: દેશના વાતાવરણમાં ફરી ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે શુક્રવારે દિલ્હીમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

હવામાનમાં બદલાવ
એપ્રિલ આવતાની સાથે વાતાવરણનો ફરી મૂડ બદલાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકોને થોડી વાર ગરમી તો કયારેક ભેજનો અનુભવ થઈ રહ્યો છે. સુર્ય અને વાદળો જાણે સંતાકૂકડી રમી રહ્યા હોય તેવું વાતાવરણ હાલ છે. એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ વધતી ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે હીટવેવને લઈને ચેતવણી આપી છે. ગરમીને લઈને લોકોને ચેતવણી આપવામાં આવી છે કે લોકો કામ વગર ઘરની બહાર ના નિકળે.

આ પણ વાંચો: ગુજરાતમાં 12થી 18 તારીખ દરમિયાન વાતાવરણમાં આવશે મોટો પલટો

છૂટાછવાયા વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજના દિવસે ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. મણિપુર, ત્રિપુરામાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ગરમીની સિઝનની શરૂઆત થતાની સાથે જ વરસાદની આગાહી આવી રહી છે. જેના કારણે ડબલ વાતાવરણનો અનુભવ થશે. ચોક્કસ ડબલ વાતાવરણના અનુભવના કારણે લોકોમાં બિમારીનું પ્રમાણ વધી શકે છે.

ગુજરાતમાં રાહત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ ગરમીથી રાહત મળશે. ચાર દિવસ પછી વાતાવરણમાં ફરી ગરમીનું પ્રમાણ વધશે. 4 દિવસ બાદ પારો 2થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે છે. જેના કારણે ગરમીનો પારો 40 ડિગ્રીએ પાર પહોંચી શકે છે. પોરબંદરનું 33, ડીસાનું 32.7, નલિયાનું 31.2, દ્વારકાનું 29.8, ઓખાનું 31.2, ડલા પોર્ટનું 31.3, દમણનું 35, ભુજનું 33.2, કંકંડલા એરપોર્ટનું 35, પોરબંદરનું 33, વેરાવળનું 31.4 તેમજ દિવનું તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું હતું.