January 23, 2025

ચેન્નઈ સુપરકિંગ્સ માટે મેચ સ્ટ્રેટજી બદલાઈ શકે છેઃ રાયડુ

અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ IPL પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. પણ ખેલાડીનું નિવેદન સમજવા જેવું છે. રાયડુનું કહેવું છે કે, ધોની આઈપીએલ દરમિયાન મિડલ ઓવરોમાં પોતાના સાથી ખેલાડીને કેપ્ટનશિપ સોંપી શકે છે. પણ ધોની નેતૃત્વ કરે એમાં મેચ સ્ટ્રેટજી પહેલા સામિલ હોય છે એ ફેન્સ અને ખેલાડીઓ બન્ને જાણે છે.

માહી આવું પણ કરી શકે
CSK માટે રમી ચૂકેલા રાયડુનું માનવું છે કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને માહી આવું કરી શકે છે. જેથી આવનારા સમયમાં ચેન્નાઈ માટે નવો કેપ્ટન તૈયાર થઈ શકે. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા કેપ્ટનશીપ આપવામાં આવી હતી. પરંતુ સતત પરાજય બાદ તેણે કેપ્ટનશીપ અધવચ્ચે જ છોડી દીધી અને ધોની ફરીથી કેપ્ટન બન્યો. ત્યારથી ધોની કેપ્ટન છે અને તેણે 2023માં CSKને પાંચમું ટાઇટલ જીતાડ્યું હતું. અંબાતી રાયડુએ ગયા વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. ગયા વર્ષે ક્રિકેટના તમામ સ્વરૂપોને અલવિદા કહેનાર અંબાતી રાયડુએ પ્રેસ રૂમને કહ્યું, ‘ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ દ્વારા, ધોની મિડલ ઓવરોમાં કેપ્ટનશિપ અન્ય કોઈને સોંપી શકે છે.

રાઈડું પણ મોટો ખેલાડી
આ વર્ષ CSK માટે પરિવર્તનનું વર્ષ બની શકે છે. જો આ તેનું છેલ્લું વર્ષ છે, જો તે વધુ થોડા વર્ષ રમશે તો તે કેપ્ટન રહેશે. હું ઈચ્છું છું કે તે કેપ્ટન બને. ધોનીએ તાજેતરમાં ફેસબુક પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે તે આ વર્ષે IPLમાં નવી ભૂમિકા ભજવશે. જોકે, ક્રિકેટના પ્રાઈમ ફોર્મેટમાંથી નિવૃતી લીધા બાદ ધોની માત્ર આઈપીએલ ટુર્નામેન્ટ રમતો હતો. આઈપીએલમાં રાયડુ માટે 2018 શાનદાર વર્ષ હતું. અંબાતી રાયડુ IPL 2024માં કોમેન્ટ્રીમાં ડેબ્યૂ કરતો જોવા મળશે. રાયડુએ ભારત માટે 55 ODI ઈન્ટરનેશનલ મેચ અને 6 T20 મેચ રમી છે. તે IPLની ઘણી સીઝન માટે CSK માટે રમ્યો હતો. IPLમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2018માં આવ્યું જ્યારે તેણે કુલ 602 રન બનાવ્યા.