January 23, 2025

ભારતીય અમેરિકને પોન્ઝી સ્કીમ ચલાવી આચર્યું લાખો ડોલરનું કૌભાંડ

અમેરિકા: અમેરિકામાં રહેતા ભારતીય મૂળના સિદ્ધાર્થ જવાહરનું કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. તેણે પોન્ઝી સ્કીમ ચલાવીને હજારો અમેરિકનોને રોકાણ કરાવ્યું હતું. જેમાં કોર્ટે તેને સજા ફટકારી છે. 2016 થી ડિસેમ્બર 2023 સુધી, સિદ્ધાર્થે સ્વિફ્ટાર્ક રોકાણકારો પાસેથી US$35 મિલિયનથી વધુનું રોકાણ કર્યું હતું.

દોષિત જાહેર કર્યો
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના સિદ્ધાર્થ જવાહરનું કરોડોનું કૌભાંડ સામે આવ્યપં છે. જેમાં સિદ્ધાર્થે સ્કીમ ચલાવીને અમેરિકાના લોકોની સાથે છેતરપીંડી કરી હતી. સિદ્ધાર્થની સામે જે આરોપો લાગ્યા છે તે આરોપ મુજબ, જુલાઈ 2016 થી ડિસેમ્બર 2023 સુધી, સિદ્ધાર્થે સ્વિફ્ટાર્ક રોકાણકારો પાસેથી US$35 મિલિયનથી વધુનું રોકાણ કરાવ્યું હતું. તો બીજી બાજૂ કંપનીમાં તેની સામે તેણે માત્ર US$10 મિલિયનનો ખર્ચ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં કોર્ટે સિદ્ધાર્થને દોષિત જાહેર કર્યો છે.

અહિંયા ખર્ચાય છે આ પૈસા
સિદ્ધાર્થ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે લોકો સાથે છેતરપિંડી કરીને તેણે આ પૈસાનો જીવનશૈલી પર પણ ખર્ચ કર્યો હતો. આ પૈસામાં તેણે ખુબ મોજ કરી હતી. તે પ્રાઈવેટ પ્લેનમાં મુસાફરી કરતો હતો અને લક્ઝરી હોટલોમાં રોકાતો હતો. મોટી મોટી હોટલમાં જતો હતો અને રિસોર્ટમાં જતો હતો. તે આ પૈસાથી ઘણી વિદેશ યાત્રાઓ પણ કરી આવ્યો હતો. તેણે લોકોને છેતરીને પોતાની વૈભવી જીવનશૈલી બનાવી હતી.

બંધ કરવાનો આદેશ
સિદ્ધાર્થ જવાહરને કોર્ટ જ્યાં સુધી સજા સંભળાવે ત્યાં સુધી જેલમાં રાખવાનો આદેશ કર્યો હતો. આ સમયે એફબીઆઈએ નિવેદન આપ્યું છે કે તે જવાહરની આ યોજનાનો ભોગ બનેલા લોકોને શોધી રહી છે. 2022ના રોજ તેની રોકાણ પ્રવૃત્તિઓ હાથ ધરવાની સત્તા રદ કરી દેવામાં આવી હતી. આ સાથે જવાહરને છેતરપિંડી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એમ છતાં તેણે છેતરપિંડી કરવાનું ચાલું રાખ્યું હતું.