January 23, 2025

IPL 2025માં બદલાશે સંજુ સેમસનની ટીમ?

Sanju Samson: આઈપીએલ 2025ને લઈને ઘણા ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આઈપીએલ 2025માં ઘણા મોટા ફેરફાર જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં ઘણા મોટા ખેલાડીઓના બીજી અન્ય ટીમમાં જવાના અહેવાલ મળી રહ્યા છે. આ વચ્ચે વધુ એક અહેવાલ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સંજુ સેમસન આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળી શકે છે.

સંજુ જોડાશે ચેન્નાઈમાં?
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સ સંજુ સેમસનને પોતાની ટીમમાં લેવા માંગે છે. છેલ્લા ઘણા સમયથી ચેન્નાઈની ટીમ સંજુ સેમસનને ટીમમાં લાવવા માંગે છે. હવે આઈપીએલ 2025માં ચેન્નાઈની ટીમમાં સંજુને સામેલ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં શિવમ દુબેની માંગણી કરી છે. રાજસ્થાન રોયલ્સ માત્ર પૈસા માટે ચેન્નાઈ સાથે ડીલ કરી નથી. રાજસ્થાને સેમસનની જગ્યાએ શિવમ દુબેની માંગણી કરી છે. હવે જોવાનું રહ્યું કે આ ડીલ બંને ટીમ વચ્ચે થાય છે કે નહીં.

આ પણ વાંચો:  KKRને મળશે નવો કેપ્ટન? આ ખેલાડીને થઈ કેપ્ટન બનવાની ઓફર

કોઈ સત્તાવાર નિવેદન નથી
IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. અગાઉ મેગા ઓક્શનમાં ટીમો માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકતી હતી. જો કે, એવા સમાચાર છે કે હવે IPLએ ટીમોને છ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી દીધી છે. જોકે હજી સુધી, IPL ગવર્નિંગ કાઉન્સિલ અથવા BCCIએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.