January 23, 2025

IND vs SL: ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં થશે જાહેરાત, આ ખેલાડીને સોંપાશે કમાન

India vs SriLanks Series: ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ હવે પૂરો થઈ ગયો છે. પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ બાકીની 4 મેચમાં જીત મેળવી હતી. આ ટીમમાં મોટા ભાગના નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યા હતા. પ્રદર્શન સારું હોવાના કારણે ટીમ માટે આગળ આ ખેલાડીઓ રમતા જોવા મળશે. ભારત અને શ્રીલંકા વચ્ચે આ મહિનાના અંતમાં સિરીઝ યોજાશે, આ માટે ટીમની જાહેરાત થવાની છે, માનવામાં આવે છે કે આ સપ્તાહે ટીમની જાહેરાત કરવામાં આવશે.

શ્રેણી રમાશે
ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. આમાં, પ્રથમ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરાશે. પરંતુ ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જેના કારણે એ વાત તો પાક્કી છે કે તેમના નામ પર હવે કોઈ વિચાર કરવામાં આવશે. શુભમન ગિલ, અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડને ઝિમ્બાબ્વે પ્રવાસની ટીમમાં ત્રણ ઓપનિંગ બેટ્સમેનોનો સમાવેશ કરાયો હતો. આ ખેલાડીઓ શ્રીલંકા સિરીઝમાં પણ ટીમમાં હશે. પરંતુ સવાલ એ છે કે આ ચારેય પ્લેઈંગ ઈલેવનમાં એકસાથે રમી શકશે કે કેમ તે અંગે ચોક્કસ શંકા છે.

આ પણ વાંચો: નવા કોચ માટે વિરાટની ‘ગંભીર’ સલાહ ન લેવાઈ, પંડ્યાનું મંતવ્ય નોંધાયું

હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે
શુભમન ગિલે ઝિમ્બાબ્વે શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી, પરંતુ જો હાર્દિક પંડ્યા વાપસી કરવા માટે તૈયાર છે તો તે ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. અહિંયા એ તમને જણાવી દઈએ કે આઈપીએલ 2024માં મુંબઈની ટીમની કમાન હાર્દિક પાસે હતી. પરંતુ તેનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. અત્યાર સુધી જોઈએ તો જો આ બધાને તક મળે તો રિયાન પરાગ, ખલીલ અહેમદ, અવેશ ખાન જેવા ખેલાડીઓ બહાર થઈ શકે છે.