India vs Zimbabwe: પહેલી મેચ હાર્યા બાદ નિરાશ થયા Shubman Gill
Shubman Gill India vs Zimbabwe: ભારતીય ટીમને ઝિમ્બાબ્વે સામેની પહેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. વર્ષ 2024માં ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર છે. ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ બેટિંગ કરીને કુલ 115 રન બનાવ્યા હતા. જેના કારણે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ આરામથી જીતી લેશે. પરંતુ એવું થયું નહીં. ભારતીય ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં હાર બાદ ગિલે હારવાનું કારણ જણાવ્યું હતું.
કેપ્ટન ગિલે મેચ હારવાનું કારણ જણાવ્યું
સુકાની તરીકે શુભમન ગિલની આ પહેલી T20 ઈન્ટરનેશનલ મેચ હતી. પરંતુ અફસોસ પહેલી જ મેચમાં હાર મળી છે. આ મેચમાં હાર બાદ ગિલે કહ્યું કે તે રીતે તે આઉટ થયો તેનાથી તે નિરાશ છે. તેણે નિરાશા સાથે કહ્યું કે હું અંત સુધી ક્રિઝ પર રહ્યો હોત તો સારું થાત. જે રીતે મેચ આગળ વધી અને હારનો સામનો કરવાનો વારો આવ્યો તેનાથી હું નિરાશ છું. ગિલે કહ્યું કે ટીમ તેની યોજનાને અમલમાં મૂકી શકી નથી.
આ પણ વાંચો: Indian Women cricket Team: T20 એશિયા કપ માટે Indian Teamની જાહેરાત
ટીમ ઈન્ડિયાના ખેલાડી
ભારત: રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, ખલીલ અહેમદ.