January 23, 2025

ઢોલના તાલે સૂર્યકુમાર યાદવનો ભાંગડા ડાન્સ, જુઓ વીડિયો

Suryakumar Yadav: દિલ્હી પહોંચ્યા બાદ સૂર્યકુમાર યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ITC મૌર્ય હોટલની બહાર ભાંગડા કરતા જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રોફી સાથે દેશ પરત ફરવાની ખુશી સૂર્યાના ચહેરા પર છે.
સૂર્યાએ કર્યા ભાંગડા
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ આજે સવારે ઈન્ડિયા પર ફરી હતી. ટીમ ઈન્ડિયા પરત ફરતાની સાથે ખેલાડીઓની સાથે ચાહકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ભારતીય ટીમની ચાર્ટર્ડ ફ્લાઈટ ગુરુવારે સવારે 6.10 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ત્યારબાદ ખેલાડીઓ હોટેલ જવા રવાના થયા હતા. આ સમયે ટીમ ઈન્ડિયાનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે સૂર્યાએ જોરશોરથી ભાંગડા કર્યો હતો. જેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આજનું ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ

સવારે 9:00 ITC મૌર્યથી PM આવાસ તરફ રવાના
સવારે 10 થી 12: પીએમ નિવાસ સ્થાને સમારોહ
બપોરે 12: ITC મૌર્ય માટે પ્રસ્થાન
બપોરે 12: ITC મૌર્યથી દિલ્હી એરપોર્ટ માટે પ્રસ્થાન.
બપોરે 2 વાગ્યે: ​​મુંબઈ માટે પ્રસ્થાન
સાંજે 4 વાગ્યે: ​​મુંબઈ એરપોર્ટ પર આગમન
સાંજે 5 વાગ્યે: ​​વાનખેડે સ્ટેડિયમમાં આગમન
સાંજે 5 થી 7: ઓપન બસ પરેડ
સાંજે 7 થી 7:30: વાનખેડે સ્ટેડિયમ ખાતે સમારોહ
સાંજે 7:30: હોટેલ તાજ માટે પ્રસ્થાન

આ પણ વાંચો: Virat Kohliનું ફેવરીટ શિરામણ ખાધું ટીમ ઈન્ડિયાએ

ખેલાડીઓ હોટલ પહોંચ્યા
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. ટીમ ભારત દિલ્હીની ITC મૌર્ય હોટલ પહોંચી છે. કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને બહાર આવ્યો હતો. તમને જણાવી રોહિત અને વિરાટએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતીય ટીમને દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં રખાય છે. ટીમ ઈન્ડિયા માટે જર્સીના રંગની કેક તૈયાર કરવામાં આવી છે.