November 19, 2024

અમેરિકામાં એન્ટાર્કટિકાનો અહેસાસ, સર્વત્ર બરફનું સામ્રાજ્ય

ન્યૂયોર્ક/લંડન:  “દૂરથી ડુંગર રળિયામણા”…  મોસમની વાત આવે એટલે આપણને સુંદર નજારાનો અહેસાસ થાય છે. પરંતુ આ ખુબસુરત દ્રશ્ય પણ કેટલું વસમું પડી જાય છે તે તો ત્યાં હાજર લોકોને જ ખબર હોય. યુએસમાં ભારે  બરફ પડવાના કારણે  7 લોકોના મોત થયા છે અને 3,000 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. અમેરિકામાં 14 કરોડ લોકો ઠુંઠવાયા છે. 1 લાખથી વધુ ઘરો અને ઓફિસો વીજળીથી વંચિત થયા છે. ખાસ વાત એ છે કે  બે વર્ષ પછી ન્યૂયોર્ક શહેરમાં હિમવર્ષા થઈ છે. આર્કટિક બ્લાસ્ટના બરફના તોફાનોએ અમેરિકાથી લઈને બ્રિટન સુધીના વિસ્તારને જકડી લીધા છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર 530 માઈલ એટલે કે અંદાજે 854 કિ.મી.ના ‘સ્નો બોમ્બ’ની અસર લગભગ એક સપ્તાહ સુધી રહેશે.

80 ટકા અમેરિકાનું તાપમાન શૂન્ય
આર્કટિક તરફથી આવી રહેલા જીવલેણ ઠંડા પવનોને કારણે 80 ટકા અમેરિકાનું તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે. જેના કારણે 14 કરોડ લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે. ભારે બરફના કારણે 7 લોકોનાં મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી બાજુ વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.  ભારે બરફના કારણે 3000 થી વધુ ફ્લાઈટ રદ કરવાનો વારો આવ્યો છે. બ્રિટનમાં પણ ભારે બરફનું તોફાન જોવા મળી રહ્યું છે.  ઠંડીના કારણે લોકોનો મોતનો આંકડો વધી શકે છે. સ્થાનિક તંત્રની સાથે સરકારે પણ લોકોને ઘરની બહાર ના નીકળવાની જાહેરાત કરી છે.ન્યૂયોર્ક શહેરમાં બે વર્ષ પછી સોમવારે તારીખ 15-1-2024 ના બે વર્ષ પછી સોમવારે રાતે હીમવર્ષા પડી હતી. અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચે જતું રહેતા આખા દેશમાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

આ પણ વાચો:  Weather Update : ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત, ધુમ્મસને કારણે 17 ફ્લાઇટ્સ રદ્દ 

કોલ્ડવેવની ઠુંઠવાયું  ભારત
દિલ્હી-NCR સહિત સમગ્ર ભારતમાં ઠંડી જોવા મળી રહી છે. ભારે ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.  દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડી પડી રહી છે. કેટલાય દિવસો સુધી સુરજ દાદા જોવા મળ્યા નથી. હજુ પણ બે દિવસ માટે હવામાન વિભાગે ઠંડીનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હજુ પણ આવનારા દિવસોમાં ભારે ઠંડી પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર નાલંદા, નવાદા, બેગુસરાય, લખીસરાય, જહાનાબાદ, ભાગલપુર, બાંકા, જમુઈ, મુંગેર, ખગરિયા સહિત પટનામાં હળવા વરસાદ થવાની સંભાવના છે. પૂર્વીય પવનને કારણે, મોટાભાગના ભાગમાં ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસની સ્થિતિની અસર હજુ પણ જોવા મળશે.

ગુજરાતનું હવામાન પલટાશે
ગુજરાતના વાતાવરણમાં હાલ રાત્રે ઠંડી અને દિવસે ઉનાળા જેવો તડકો પડી રહ્યો છે. સોમવાર કરતા મંગળવારના દિવસે ઠંડી વધુ જોવા મળી હતી. ગાંધીનગર મંગળવારે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. બીજી બાજૂ ઓખા 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું. અમરેલી, જૂનાગઢમાં પણ ભારે ઠંડી જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં 24 કલાક બાદઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાચો:  Weather Update : શીત લહેર અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં ઉત્તર ભારત, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર !