January 23, 2025

I.N.D.I.A ગઠબંધનમાંથી PMનો ચહેરો કોણ હશે? Jairam Ramesh આપ્યો જવાબ!

I.N.D.I.A Alliance PM Face: લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા બે તબક્કા બાકી છે. ચૂંટણીના પરિણામો 4 જૂને બધાની સામે હશે. જો વિપક્ષી ગઠબંધનને બહુમતી મળે તો વડાપ્રધાનનો ચહેરો કોણ હશે તે અંગે સતત અટકળો ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે શું વિપક્ષ તરફથી રાહુલ ગાંધી પીએમનો ચહેરો હશે તો તેમણે કહ્યું કે વડાપ્રધાનના નામની જાહેરાત એક પ્રક્રિયા મુજબ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, ‘આ વ્યક્તિઓ વચ્ચેની સૌંદર્ય સ્પર્ધા નથી. આપણે પક્ષ આધારિત લોકશાહી છીએ, સવાલ એ છે કે કઇ પાર્ટી કે ગઠબંધનને જનાદેશ મળશ. કઇ પાર્ટીને બહુમતી મળે છે ત્યાર બાદ પાર્ટી પોતાનો નેતા પસંદ કરશે અને તે તેના વડાપ્રધાન બને છે.

‘2004માં જેમ વડાપ્રધાન ચૂંટાયા હતા તેમ આ વખતે પણ વડાપ્રધાન ચૂંટાશે’
તેમણે વધુમાં કહ્યું, ‘2004માં મનમોહન સિંહના નામની જાહેરાત 4 દિવસમાં કરવામાં આવી હતી. આ વખતે 4 દિવસ પણ નહીં લાગે. 2 દિવસમાં PMના નામની જાહેરાત કરવામાં આવશે. સાંસદો સાથે મળીને પસંદ કરશે. તે એક પ્રક્રિયા છે. અમે શોર્ટકટમાં માનતા નથી. આ મોદીની કાર્યશૈલી હોઈ શકે છે. આપણે અહંકારી નથી. 2 દિવસમાં પણ નહીં, થોડા કલાકોમાં પીએમના નામની જાહેરાત થશે. સૌથી મોટી પાર્ટીનો ઉમેદવાર જ પીએમ બનશે. તે 2004માં બન્યું હતું તેવું હશે.’

‘ઉત્તર પ્રદેશમાંથી જંગી જનાદેશ મળશે’
અગાઉ, જયરામ રમેશે મંગળવારે (21 મે) કહ્યું હતું કે 4 જૂને યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 2004 જેવું વાતાવરણ જોવા મળશે કારણ કે I.N.D.I.A. બ્લોકને સ્પષ્ટ જનાદેશ મળવા જઈ રહ્યો છે અને દાવો કર્યો હતો કે ગઠબંધનના મજબૂત પ્રદર્શનમાં પ્રાથમિક પરિબળ છે. ઉત્તર રાજ્યમાં ખૂબ જ પ્રભાવશાળી પરિવર્તન આવશે.