બેટિંગ એપ કેસમાં એક્ટર સાહિલ ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો
અમદાવાદ: બોલિવૂડ એક્ટરથી બિઝનેસમેન બનેલ સાહિલ ખાનની મુશ્કેલિઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. એક્ટરની બેટિંગ એપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એ બાદ સાહિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં તેના પાસપોર્ટને જપ્ત કરી લેવામાં આવ્યું. આ સાથે જમાનતની અરજીને રદ કરવામાં આવી છે અને 4 દિવસ માટે તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, FIRની વિરૂદ્ધમાં કોઈ આરોપ લગાવવામાં નથી આવ્યા.
પોલીસ કસ્ટડીમાં સાહિલ
સાહિલ ખાનની ધરપકડ બાદ મુંબઈ પોલીસે તેને શિંદેવાડી કોર્ટમાં રજૂ કરવામાં કર્યો હતો. જ્યાં એક્ટરના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, પોલીસે એફઆઈઆરમાં સાહિલ પર કોઈ આરોપ નથી લગાવ્યા. મહાદેવ બેટિંગ એપ અને ધ લાયન બેટિંગ એપથી થયેલા એગ્રીમેન્ટની કોપી કોર્ટમાં સબમિટ કરવામાં આવી હતી. આ એગ્રીમેન્ટ અનુસાર સેલેબ હોવાના કારણે સાહિલની ભૂમિકા ખુબ જ સીમિત હતી. તેમના નામ પર કોઈ પણ સિમ કાર્ડની નોંધણી નથી થઈ. એક્ટરના બેંક સ્ટેટમેન્ટને પણ જમા કરવામાં આવ્યું.
મહત્વનું છે કે સાહિલે કોઈ પણ પ્રકારના વિરોધ વગર પોલીસને પુરે પુરો સહયોગ આપ્યો. એક્ટર લગભગ દરરોજ 3 કલાક તેમની કામગીરીમાં સહયોગ આપી રહ્યા હતા. એગ્રીમેન્ટ અનુસાર સાહિલને દર મહિને 3 લાખ રૂપિયા મળવાના હતા. આ એગ્રીમેન્ટનો સમય 22 મહિના જેટલો છે. આ તમામ વાતો પર ધ્યાન આપતા સાહિલને 4 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેવાનું કહેવામાં આવ્યું.
આ પણ વાંચો: ‘મમતા દીદીએ બંગાળને શું બનાવી દીધુ, મળી રહ્યા છે બોમ્બ-બંદૂક’: જે.પી. નડ્ડા
આ પહેલા મુંબઈ પોલીસે વધુ એક વ્યક્તિની બેટિંગ એપ સંબંધિત ધરપકડ કરી છે. સાહિલ ખાન બીજા છે. જેમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ વિવાદીત મામલાની તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું. જે ગેરકાયદેસર રીતે થયેલા મહાદેવ બેટિંગ એપ અને રિયલ એસ્ટેટ કંપનીની વચ્ચે થયેલા ફાઈનેશિયલ ટ્રાંજેક્શન અંગે માહિતી મેળવશે. આ સમગ્ર સ્કિમ 15 હજાર કરોડ સુધીની છે.
આ મામલામાં સાહિલ ખાનની સાથે 31 બીજા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આરોપીઓના બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન્સ, લેપટોપ અને બાકી ટેક્નિકલ વસ્તુની તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલામાં છત્તીસગઢ એન્ટી કરપ્શન બ્યૂરોએ બે લોકોની સાથે નવી દિલ્હી અને ગોવામાંથી ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ હેટિંગ મામલામાં ઘણા સીનિયર નેતા અને બ્યૂરોકેટ પણ જોડાયેલા છે.