January 23, 2025

ICICI બેંકે નવા 17000 ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યા! જાણો કારણ

અમદાવાદ: દેશની પ્રખ્યાત પ્રાઈવેટ બેંકમાંની એક ICICIએ 17000 નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડને બ્લોક કર્યા છે. બેંકે કહ્યું કે, જે ક્રેડિટ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. તેના ડેટા ખોટા યૂઝર સુધી પહોંચ્યા હતા. આથી આ લીક થયેલા ડેટાનો કોઈ ખોટી રીતે ઉપયોગ ના કરે તે માટે બેંકે એ તમામ 17000 હજાર ક્રેડિટ કાર્ડને બ્લોક કર્યા છે. એ તમામ ગ્રાહકોના નવા ક્રેડિટ કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, બેંકે તાત્કાલિક પ્રભાવથી આ ક્રેડિટ કાર્ડને બંધ કર્યા છે. બ્લોક કરવામાં આવેલા કાર્ડની સંખ્યા બેંકના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોના લગભગ 0.1% છે.

આ પણ વાંચો: ICICI બેંકની iMobile એપ પર અન્ય લોકોના ક્રેડિટ કાર્ડની ગુપ્ત માહિતી હોવાનો દાવો!

iMobile Pay એપમાં થઈ મોટો ભૂલ
મહત્વનું છે કે, બેંકની ભૂલ એ સમયે સામે આવી જગ્યાએ આઈમોબાઈલ પેના ગ્રાહકોએ સોશિયલ મીડિયામાં બેંકના એપમાં કંઈ ખામી થઈ હોવાના ફોટો પોસ્ટ કર્યા. યુઝર્સે કહ્યું કે, તેમને કોઈ બીજા વ્યક્તિના બેંક નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, CVV નંબર જેવી ગુપ્ત માહિતી એપમાં મળી રહી છે. આ સાથે એ ખાતામાં જમા રકમની પણ જાણકારી મળી રહી છે. આ સાથે તેમાં રહેલી રકમ સંબંધિત ખર્ચ પણ સરળતાથી થઈ શકે છે.

બેંકે ભૂલનો કર્યો સ્વિકાર
લોકોની ફરિયાદ બાદ બેંકે આઈમોબાઈલ એપની તમામ સેવાઓને બંધ કરી નાખી હતી. આ સાથે ગ્રાહકોની ગુપ્ત માહિતી લીક થવાના કારણે બેંકે પોતાની ભૂલને સ્વિકારી છે. ICICI બેંકે સુરક્ષા પ્રોટોકોલને લઈને ચિંતા પણ જોવા મળી છે.

બેંક આપશે વળતર
બેંકના પ્રવક્તાએ ગ્રાહકોને આશ્વાસન આપ્યું કે હજુ સુધી માહિતાના દુરઉપયોગની જાણકારી મળી નથી. આ ઉપરાંત બેંક જો કોઈ ગ્રાહકોને આર્થિક નુકસાન થાય છે તો તેને યોગ્ય વળતર આપવામાં આવશે.