December 28, 2024

ધરતી પરનું મૂન લેન્ડ તમે જોયું છે, ચાંદ કરતા પણ છે સુંદર

Moonland in India: લેહ-લદાખ એવા લોકોને વધારે પસંદ આવે છે. જે લોકો એડવેન્ચર ટ્રિપ પર જવાનું પસંદ કરે છે. ત્યાં જઈને તમે પેંગોંગ તળાવ, મેગ્નેટિક હિલ અને લેહ પેલેસ જગ્યાઓ પર ફરી શકાય છે. લેહની સુંદરતા વિશે કોણ નથી જાણતું?, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક એવી જગ્યા છે તે જેને ધરતી પરનું મૂન લેન્ડ કહેવામાં આવે છે. મહત્વનું છે કે લેહથી લગભગ 120 કિલોમીટર દુર લામાયુરૂ ગામ આવેલુ છે. તેને જ મૂન લેન્ડના નામથી ઓળખવામાં આવે છે. આ ગામની જમીન એવી છે કે જે ચંદ્રની જમીનની યાદ અપાવે છે.

ધરતીનું મૂન લેન્ડ
વૈજ્ઞાનિકોના મતે આ સ્થળનું મૂન લેન્ડ તરીકે ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ પણ છે. એવું પણ કહેવાય છે કે આ વિસ્તાર હંમેશા શુષ્ક નહોતો. એવું માનવામાં આવે છે કે 35 થી 40 હજાર વર્ષ પહેલા લામાયુરુમાં એક ખૂબ મોટું તળાવ હતું. પરંતુ આ તળાવનું પાણી ધીમે ધીમે ઓછું થતું ગયું. તળાવની સુંવાળી માટી ત્યાં જ રહી અને વર્ષોવર્ષ તેમાં તિરાડોએ એવું સ્વરૂપ ધારણ કર્યું.

આ પણ વાંચો: મણિપુરમાં 47 મતદાન કેન્દ્રો પર ફરીથી થાય મતદાન, કોંગ્રેસે કરી માગ

મોનેસ્ટ્રી પણ હાજર
કહેવાય છે કે 11મી સદીની આસપાસ ઋષિ નરોપાએ અહીં એક મોનેસ્ટ્રીની સ્થાપના કરી હતી. તેને લામાયુરુ મોનેસ્ટ્રી તરીકે ઓળખાય છે. આ લદ્દાખના સૌથી પ્રખ્યાત મોનેસ્ટ્રીમાંથી એક છે. અહીં પહોંચવા માટે લેહ અને કારગિલ બંને જગ્યાએથી સવારે 10 અને બપોરે 12 વાગ્યે બસો દોડે છે. દર વર્ષે અહીં યુરુ કબગ્યાત નામનો વાર્ષિક ઉત્સવ પણ યોજવામાં આવે છે, જ્યાં વિદેશી મહેમાનો પણ લામાઓ દ્વારા કરવામાં આવેલ માસ્ક ડાન્સ જોવા આવે છે.

જો કે, વૈજ્ઞાનિકો આ સ્થાન પર ઘણું ધ્યાન આપે છે. તેમનું માનવું છે કે સેટેલાઇટથી મળેલા ડેટાને યોગ્ય રીતે સમજવા માટે પૃથ્વી પરના આ સ્થળોને સમજવું અને સંશોધન કરવું ખૂબ જ જરૂરી છે.