May 3, 2024

આઈબ્રો કલર કરાવતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો!

અમદાવાદ: મહિલાઓનું બ્યૂટી પાર્લર જવુ એ સામાન્ય બાબત છે. કોઈ પાર્ટીમાં જવાનું હોય કે લગ્નમાં જવાનું હોય. મહિલાઓ આ તમામ ઈવેન્ટ માટે ખાસ મેકઅપ કરાવે છે. સામાન્ય રીતે મેકઅપ બાદ ચહેરા સારો થાય છે, પરંતુ ઘણી મહિલાઓને કોઈ ક્રીમની એલર્જી હોય તો એ મહિલાઓ મેકઅપ બાદ ખરાબ દેખાવા લાગે છે. કંઈક આવું જ આ મહિલા સાથે થયું છે. જે પાર્લરમાં આઈબ્રોને કલર કરવા ગઈ હતી, પરંતુ તેની બ્યૂટીશિયને એક ભૂલ કરી નાખી. જેના કારણે તેમની આંખો જતા જતા રહી ગઈ.

આ પણ વાંચો: હવે સિંગાપોરના મંત્રી થયા ડીપફેકનો શિકાર, પત્ર સાથે મળી ધમકી

આ મહિલાનું નામ ડેનિયલ હુબાર્ડ છે. તેણે જણાવ્યું કે તેની બ્યુટિશિયન કથિત રીતે એલર્જી ટેસ્ટ કરાવવાનું ભૂલી ગઈ હતી અને તેની આઈબ્રોમાં રંગ લગાવી દીધો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ડેનિયલએ માલ્ટામાં તેની રજાઓ પહેલા 12 પાઉન્ડ એટલે કે લગભગ રૂ. 1237ની કિંમતની બ્યુટી ટ્રીટમેન્ટ બુક કરાવી હતી. જેમાં બ્યુટિશિયન દ્વારા તેને પેચ ટેસ્ટની ઓફર કરવામાં આવી ન હતી. સારવાર પછી શરૂઆતમાં તેનો ચહેરો ઠીક હતો, પરંતુ બીજા દિવસે સવાર સુધીમાં તેની ડાબી આંખ ખૂબ જ સોજી ગઈ હતી અને તેનો ચહેરો ભયંકર રીતે લાલ અને સોજી ગયો હતો.

ચહેરો ભયંકર બની ગયો હતો
ડેનિયલ કહે છે, ‘હું મારી આંખોથી જોઈ શકતી ન હતો. શું થયું છે તે જોવા માટે મેં કોઈક રીતે અરીસામાં જોયું અને તે દૃશ્ય જોઈને હું પોતે ડરી ગયો. મારી આઈબ્રો મોટી અને લાલ થઈ ગઈ હતી, જ્યારે આખો ચહેરો સોજી ગયો હતો. તેમણે જણાવ્યું કે, રોયલ બ્લેકબર્ન હોસ્પિટલમાં એલર્જીક પ્રતિક્રિયાની સારવાર માટે તેને સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ તેનો ચહેરો ધીરે ધીરે સાજો થઈ ગયો. આ બાદ તે ફરિયાદ કરવા અને નુકસાનનું વળતર મેળવવા માટે ફરીથી બ્યુટી પાર્લરમાં ગઈ, પરંતુ બ્યુટિશિયને ન તો તેની ભૂલ માટે કોઈ પસ્તાવો દર્શાવ્યો કે ન તો તેની માફી માંગી.

હવે મહિલાએ આ પાઠ શીખ્યો
ડેનિયલએ બ્યુટી પાર્લર સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે એક વકીલનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ વકીલે તેને કહ્યું કે પાર્લર વીમા વગર ચાલી રહ્યું છે. આથી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. ડેનિયલે કહ્યું કે, ‘મેં પહેલાં ક્યારેય મારી આઈબ્રોને રંગ કર્યો નહોતો. આ ઘટના બાદ હું પાર્લર ફરી ગયા. હું ફરી ક્યારેય મારી આઈબ્રોને રંગીશ નહીં.