January 6, 2025

મયંક યાદવથી પ્રભાવિત થઈ પ્રીતિ ઝિન્ટા, પોસ્ટ થઈ વાયરલ

IPL 2024: લખનૌ સુપરજાયન્ટ્સના યુવા ફાસ્ટ બોલર મયંક યાદવે તેની IPL ડેબ્યૂ મેચમાં બોલિંગથી ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. મયંક યાદવે ચાહકોની સાથે પ્રીતિ ઝિન્ટાનું દિલ પણ જીતી લીધું હતું. મયંકની બોલિંગને લઈને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી તે વાયરલ થઈ રહી છે. મયંક યાદવને ગઈ કાલની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ રિંકુ સિંહને બાળકની જેમ ચીડવ્યો, જુઓ વીડિયો

પોસ્ટમાં લખ્યું આ
પ્રીતિ ઝિન્ટાએ X ઉપર મયંક યાદવ માટે લખ્યું કે , 21 વર્ષના મયંક યાદવને આવા પ્રભાવશાળી IPL ડેબ્યૂ માટે અભિનંદન! ખૂબ સારું !!! IPL 2024 નો સૌથી ઝડપી બોલ!!! 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે, પંજાબ કિંગ્સ તેમની રમત પર પુનર્વિચાર કરશે અને મજબૂત રીતે પાછા ફરશે આવી તેમણે પોસ્ટ કરી હતી.

પ્રીતિ ઝિન્ટા થઈ ફિદા
IPL 2024 ની 11મી મેચમાં મયંક યાદવનું નામ IPL ઇતિહાસમાં નોંધાય ગયું છે. તે સિઝનના સૌથી ફાસ્ટ બોલર તરીકે આતંકિત થયો છે. તેણે મેચ દરમિયાન 150ની ઝડપે બોલિંગ કરતા ત્રણ મહત્વની વિકેટ પણ લીધી હતી. આ સમયે પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ પણ તેનેા ખુબ વખાણ કર્યા હતા. તેણે એક પોસ્ટ મુકી હતી. જેનો ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

કોણ છે મયંક યાદવ?
મયંક યાદવનો જન્મ 17 જૂન 2002ના થયો હતો. તેઓ દિલ્હીના છે. તેણે ટ્રેનિંગ દિલ્હીની સોનેટ ક્લબમાંથી લીધી હતી. આ એજ જગ્યા છે કે જ્યાં શિખર ધવન, ઋષભ પંત અને આશિષ નેહરા પણ ટ્રેનિંગ લીધી હતી. તેના કરિયરની વાત કરવામાં આવે તેણે 10 ટી-20 મેચ, 17 લિસ્ટ-એ, એક ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. 10 T20 મેચમાં 12 વિકેટ તો 17 લિસ્ટ A મેચમાં 34 વિકેટ લીધી છે.