January 23, 2025

દિલ્હી કેપિટલ્સમાં આ નવા ખેલાડીની એન્ટ્રી, જાણો તમામ માહિતી

IPL 2024ની આ વખતની સિઝનમાં ભારે મજા આવી રહી છે. ત્યારે આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમમાં એક સ્ટાર ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે.

શરૂઆત કંઈ ખાસ નહીં
IPL 2024 માં દિલ્હી કેપિટલ્સની શરૂઆત કંઈ ખાસ રહી નથી. કારણ કે પ્રથમ મેચમાં જ પંજાબ કિંગ્સ સામે હારવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે આગામી મેચ પહેલા ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. આઈપીએલની આ સિઝન માટે નવો એક ખેલાડી ટીમ સાથે જોડાયો છે. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોરખિયા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાયો છે. તેને ઈજા થઈ હતી જેના કારણે તેને આફ્રિકાની વર્લ્ડ કપ 2023ની ટીમમાં સ્થાન ન મળ્યું હતું. પરંતુ હવે તે ફરીથી રમવા માટે તૈયાર છે.

કોણ કોણ ટિમમાં સામેલ?
સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની શ્રેણીની બીજી વનડે દરમિયાન એનરિક નોરખિયાને ઈજા થઈ હતી. જેના કારણે તે વર્લ્ડ કપ 2023માં મેચ રમી શક્યો ના હતો. પરંતુ તે સૌથી સારા બોલોરોમાંથી એક ગણવામાં આવે છે. તેની અત્યાર સુધીની મેચની વાત કરવામાં આવે તો તેણે આઈપીએલમાં અત્યાર સુધી 40 મેચ રમી છે. દિલ્હી કેપિટલ્સની ટીમના ખેલાડીની વાત કરવામાં આવે તો ઋષભ પંત (કેપ્ટન), સુમિત કુમાર, શાઈ હોપ, સ્વસ્તિક ચિકારા, પ્રવીણ દુબે, ડેવિડ વોર્નર, વિકી ઓસ્તવાલ, પૃથ્વી શૉ, એનરિક નોરખિયા, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જેક ફ્રેઝર-મેકગર્ક, લલિત યાદવ, ખલીલ અહેમદ, મિશેલ માર્શ, ઈશાંત શર્મા,ટ્રિસ્ટન સ્ટબ્સ, રિકી ભુઇ, કુમાર કુશાગરા, રસિક ડાર, યશ ખુલ્લો મુકેશ કુમાર, જ્યે રિચર્ડસન આ ખેલાડીઓ છે.