November 18, 2024

IPL 2024 સીઝનમાં નહીં રમવાને લઈ મુશીર ખાનની પ્રતિક્રિયા

અમદાવાદ: આઈપીએલ 2024 હવે થોડા જ દિવસમાં આવી રહી છે. આ પહેલા ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. જેમાંથી રણજી ટ્રોફીમાં પોતાનું અદ્ભુત કૌશલ્ય બતાવનાર મુંબઈના ખેલાડી મુશીર ખાનને આગામી IPL સિઝન માટે તેની ટીમમાં કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા સામેલ કરવામાં આવ્યો નથી. જેને લઈને મુશીર ખાને પોતાનું પ્રતિક્રિયા આપી છે.

મુશીરે આપી પ્રતિક્રિયા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જેમાં મોટા ભાગના ખેલાડીઓ ઈચ્છતા હોય છે કે પોતાનું સારૂ પ્રદર્શન કરે અને વધુમાં વધુ લોકોને પોતાના ચાહક બનાવે. ત્યારે આગામી સિઝનને લઈને મુંબઈનો ખેલાડી મુશીર ખાન, જેણે આ વર્ષના અંડર-19 વર્લ્ડ કપમાં અને પછી તાજેતરમાં સમાપ્ત થયેલી રણજી ટ્રોફી 2023-24 સિઝનમાં પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ એમ છતા તે IPL 2024માં જોવા મળશે નહીં. આ વાતને લઈને મુશીરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેને IPLમાં રમવા ના મળ્યું તેનાથી તે બિલકુલ નારાજ કે ઉદાસ નથી. તેણે વધુમાં કહ્યું કે તેનાથી તેને ફાયદો થશે અને T20 ફોર્મેટને સમજવા માટે વધુ સમય મળશે.

બિલકુલ નિરાશ નથી
મુશીર ખાને પોતાના નિવેદનમાં માહિતી આપતા જણાવ્યું કે તે નહીં રમે તે માટે બિલકુલ નિરાશ નથી. મારા પિતાએ મને કહ્યું છે કે પહેલા ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપો અને પછી ટીમ ઈન્ડિયા માટે રમો. મને આઈપીએલ રમવાનો મોકો ના મળ્યો તો શું હું આવતા વર્ષની આઈપીએલ રમીશ.રણજી ટ્રોફી જીતવામાં તેનો મહત્વનો ફાળો જોવા મળ્યો હતો. જે બાદ તે સૌથી નાની ઉંમરમાં સદી ફટકારનાર ખેલાડી હોવાના રેકોર્ડ તેના નામે કર્યો હતો.