ઉનાળા પહેલા તમારી કારને કરી દો અપટુડેટ! આ રહી મહત્ત્વની જાણકારી
અમદાવાદ: ઉનાળો હવે દસ્તક દઈ રહ્યો છે. વાતાવરણમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ તમારી સાથે તમારી કારનું પણ ઉનાળામાં ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. તો આજે અમે તમને જણાવીશું કે ઉનાળામાં તમારી કારની કેવી રીતે રાખશો કાળજી?
તૈયાર રહો
દેશના ઘણા રાજ્યોમાં, ઉનાળો એપ્રિલથી શરૂ થાય છે અને મે અને જૂન જેવા મહિનામાં સખત ગરમી પડે છે. ગુજરાતમાં હોળી પછી ગરમીની શરૂઆત થઈ જાય છે. ઉનાળાની ઋતુમાં કારમાં મુસાફરી કરવી થોડી આકરી પડે છે. પરંતુ આજે અમે તમને એવી ટીપ્સ જણાવીશું કે જેના થકી તમારી મુસાફરી આરામદાયક બની રહેશે. તમે અમારી આ ટીપ્સને ફોલો કરીને તમારી મુસાફરીને બનાવી શકો છો મજેદાર.
સર્વિસ કરાવો
જો તમે ઈચ્છો છો કે ઉનાળાની ઋતુમાં પણ તમારી કાર સરળતાથી ચાલે તો તમારે સમયે સમયે સર્વિસ કરાવવી ખુબ જરૂરી છે. જો તમે સમયસર સર્વિસ કરાવતા નથી તો તમારે સમસ્યાનું જોખમ વધી જાય છે. જો તમે તમારી કારને એડવાન્સમાં સર્વિસ કરાવી દો છો તો તમારી કાર તમને અધ્ધ વચ્ચે હેરાન નહીં કરે. સમયસર તમારી કારને સમય આપો અને તેની સર્વિસ કરાવવાનું રાખો.
ટાયરની સંભાળ રાખો
ઉનાળામાં રસ્તા અને કાર વચ્ચેનો એકમાત્ર સંઘર્ષ કરતું હોય તો તે છે ટાયર. ત્યારે સૌથી વધારો જો ધ્યાન રાખવાનું હોય તો તે છે કારના ટાયરનું. જો તમે ઉનાળામાં ટાયરની કાળજી રાખતા નથી તો તમારે ઘણી સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે છે. ઉનાળાની સિઝનમાં ટાયરની તપાસ કરવી જરૂરી છે, હવા પણ એક કરવી જરૂરી છે. જો તમારી કારના ટાયર ખરાબ થઈ ગયા છે તો તમારે ઉનાળાની સિઝન પહેલા તેને બદલી નાંખવા જોઈએ. બાકી ટાયરના કારણે તમારે અધ્ધ વચ્ચે હેરાન થવાનો વારો આવી શકે છે.
એસીની છે જરૂર
ઉનાળામાં કારમાં કોઈ પણ મહત્વનો ભાગ ભજવે છે તો તે છે એસી. જ્યારે એસીમાં સમસ્યા હોય ત્યારે મુસાફરી આકરી થઈ જતી હોય છે. જેના કારણે ઉનાળો આવે એ પહેલા તમારા ACને સર્વિસ કરાવો. તમે લોંગ પ્રવાસ કરવાના છો તો તમે પહેલા ACને સર્વિસ કરાવી દેજો. લાંબા પ્રવાસ દરમિયાન ગરમીમાં AC વગર ચાલે નહીં. તો હવે ઉનાળો આવી ગયો છે જલ્દી તમારા ACને સર્વિસ કરો.