નારંગીની છાલથી ચહેરાની સાથે ઘરની પણ સફાઈ થાય…!
Cleaning Tips: નારંગી ખાવાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે એટલું જ નહીં ઘરના કામકાજને સરળ બનાવવામાં પણ મદદ મળે છે. નારંગીની છાલનો ઉપયોગ ખાસ કરીને સફાઈ માટે કરી શકાય છે. મોટા શહેરોમાં વર્કિંગ વુમનને ઓફિસ અને ઘરના કામ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે તેઓ ઘણા દિવસો સુધી ઘર સાફ નથી કરી શકતી. એ માટે નારંગીની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા ઘરોમાં નારંગીની છાલને સૂકવીને તેનો ઉપયોગ ત્વચાની સંભાળમાં કરવામાં આવે છે. જેનાથી ત્વચા ગોરી અને ચમકદાર દેખાય છે. આ સિવાય તમે નારંગીની છાલ વડે ઘરના ઘણા કામો પણ સરળ રીતે કરી શકો છો.
છોડ લીલા રહેશે
જો તમે તમારા બગીચાને હંમેશા લીલો અને ફૂલોથી ભરેલ જોવા માંગો છો. તો તમે નારંગીની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ સંતરાની છાલને એક વાસણમાં ઉકાળો અને તેમાં લીંબુના થોડા ટીપા ઉમેરો. પાણી સંપૂર્ણપણે નારંગી રંગનું થઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. એ પછી આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી દો અને છોડના પાંદડા પર સ્પ્રે કરો. જેના કારણે છોડમાં રહેલા જીવજંતુઓ પણ મરી જશે અને તેના પર નવા ફૂલો પણ ખીલશે.
સ્ટેનલેસ સ્ટીલના વાસણો પરના જૂના ડાઘા
સ્ટેનલેસ સ્ટીલના વાસણો જૂના થાય ત્યારે તેના પર ડાઘા જેવા નિશાન દેખાય છે. ડીશ વોશથી સાફ કર્યા પછી પણ આ વાસણો પરના ડાઘા જતા નથી. તમે તેને સાફ કરવા માટે નારંગીની છાલનો પણ ઉપયોગ કરી શકો છો. તમે વાસણો પરના ડાઘ અને જૂના નળની પીળાશને સાફ કરવા માટે નારંગીની છાલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા નારંગીની છાલને ઉકાળો. તેમાં વાસણ ધોવાનું લિક્વીટ ઉમેરો. બનેલા લિક્લીટથી વાસણો સાફ કરો. થોડા જ સમયમાં વાસણો પરની ગંદકી સાફ થઈ જશે અને તેમને નવી ચમક મળશે.
ડાઇનિંગ ટેબલ, બારીઓ અને દરવાજા
ઘરના ડાઇનિંગ ટેબલ પર ખાવાના નિશાન રહી જાય છે. જે સરળતાથી સાફ નથી થતા. ટેબલને ફરીથી નવા જેવા ચમકવા માટે નારંગીની છાલનો ઉપયોગ કરો. આ માટે સૌપ્રથમ સંતરાની છાલને મીઠું અને પાણીમાં ઉકાળો. જ્યારે પાણી નારંગી રંગનું થઈ જાય ત્યારે તેને ઠંડુ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ લિક્વીટની મદદથી તમે ઘરના દરવાજા, બારીઓ, ડાઇનિંગ ટેબલને સરળતાથી ચમકાવી શકો છો.