December 11, 2024

દિવાળીના સમયમાં મીઠાઈ ખાઈને કંટાળી ગયા હોવ તો ઈન્સ્ટન્ટ આ રીતે બનાવો ભેળપુરી

Bhelpuri Recipe: દિવાળીના સમયમાં તમામના ઘરમાં મિઠાઈઓ બનતી હોય છે. મિઠાઈ ખાઈ ખાઈને છેવટે કંટાળી જવાઈ છે. ત્યારે અમે તમારા માટે ઈન્સ્ટન્ટ ભેળપુરી રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ આ રેસીપી.

ભેળપુરી બનાવવા માટેની સામગ્રી:
પફ્ડ રાઇસ – એક કપ
બારીક સમારેલી ડુંગળી – 1
બારીક સમારેલા ટામેટા – 2
બાફેલા બટાકા – 1
લીલા ધાણાની ચટણી – 2 ચમચી
આમલીની ચટણી – 2 ચમચી
લીલા ધાણા
એક બારીક સમારેલ લીલું મરચું
એક ચમચી ચાટ મસાલો
એક ચમચી લીંબુનો રસ
કાચી કેરીના થોડા ટુકડા
સેવ-અડધો કપ
ચણાની દાળનો મસાલો-1 ટેબલસ્પૂન
મીઠું સ્વાદ મુજબ

ભેલપુરી બનાવવાની રીત:

સ્ટેપ 1: ભેળપુરી બનાવવા માટે તમારે ટામેટા, લીલા મરચા, ડુંગળી, લીલા ધાણાના ઝીણા ટુકડા કરી દેવાના રહેશે. એક બટેટાને બાફવા મૂકી દો. તેની છાલ કાઢીને તેના નાના ટુકડા કરી લો.

સ્ટેપ 2: એક વાસણમાં મમરા નાંખો. તેમાં બારીક સમારેલી ડુંગળી, બટેટા, ટામેટા, લીલા મરચા અને લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્ષ કરો. તેમાં લીલા ધાણા અને આમલીની ચટણી ઉમેરવાની રહેશે. હવે બધુ મિક્સ કરી દો.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો ઘીથી લથપથ શીરો, મહેમાનને ટેસડો પડી જશે!

સ્ટેપ 3: આ પછી ભેળમાં ચાટ મસાલો નાંખવાનો રહેશે. લીંબુનો રસ, સરસવનું તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખો. છેલ્લે સેવ નાંખવાની રહેશે. હવે ભેળને સર્વિંગ પ્લેટમાં નાંખીને પાપડી, કાચી કેરીના ટુકડા, સેવ, લીલા ધાણાથી ગાર્નિશ કરી શકો છો.