January 6, 2025

વામિકા સાથે વિરાટ કોહલીની તસવીર વાયરલ!

અમદાવાદ:અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંને ચાહકોનો વિશાળ વર્ગ ધરાવે છે. થોડા દિવસ પહેલા જ તેઓ બીજી વખત મા-બાપ બન્યા છે. જેનું નામ તેમણે અકાય રાખ્યું છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. દીકરી વામિકા સાથે નવરાશનો સમય પસાર કરતો વિરાટ જોવા મળી રહ્યો છે.

ખુશખબર જાહેર કર્યા
અનુષ્કાએ થોડા દિવસો પહેલા એક ક પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ તેમણે અકાય રાખ્યું છે. ફરી વાર મા-બાપ બનવાની ખુશખબર એક નિવેદન આપીને જાહેર કર્યું હતું. ત્યારે હવે વામિકા બાદ અકાયની એક ઝલક જોવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. અત્યારે તો કોઈ ઝલક જોવા મળી શકે તેવું લાગી રહ્યું નથી. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક ફોટાએ ધૂમ મચાવી દીધી છે. જેમાં વિરાટ પોતાની દિકરી સાથે સમય વિતાવી રહ્યો છે. વામિકા અને વિરાટ ગમ્મત કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by 🪐 (@virushkaxmylife)

રેસ્ટોરન્ટમાં વિરાટ કોહલી
લંડનના વિરાટ અને વામિકાની જે તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે પોતાની દિકરી સાથે ટાઈમ વિતાવી રહ્યો છે. ફોટોમાં જોવા મળી રહ્યું છે કે બાપ-દિકરી ખાવામાં અને ગમ્મત કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આ ફોટાને એવી રીતે લેવામાં આવ્યો છે કે જેમાં વામિકાનો ચહેરો જોવા મળી રહ્યો નથી. પરંતુ વિરાટનો ચહેરો જોવા મળી રહ્યો છે. જોકે તેમને અંદાજો પણ નથી કે કોઈ તેમની પાછળથી ફોટો લઈ રહ્યું છે. જોકે બાપ-દિકરીને જોઈને તેમના ફેન્સમાં ખુબ ખુશી જોવા મળી રહી છે.

અકાયના આગમનના ખુશખબર
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર સંયુક્ત પોસ્ટ શેર કરી પોતાના બીજા બાળકના સમાચાર આપ્યા હતા. જે પોસ્ટ કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું કે ‘અમે તમને ખુશખબર આપી રહ્યા છીએ કે 15 ફેબ્રુઆરીએ બેબી બોય અને વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. અમે તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માંગીએ છીએ.