May 17, 2024

WPL 2024 દરમિયાન આ ખેલાડી સામે કરી આચાર સંહિતાના ઉલ્લંઘનની કાર્યવાહી

અમદાવાદ: મહિલા પ્રીમિયર લીગ 2024 દરમિયાન દિલ્હીના એક ખેલાડી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ખેલાડીને WPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા તેને દંડ ફટકારવામાં આવ્યો છે. સીઝનની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની ટીમો વચ્ચે રમવામાં આવી રહી છે.

કાર્યવાહી કરવામાં આવી
દિલ્હી કેપિટલ્સની બોલર અરુંધતી રેડ્ડીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ સામેની તેની ટીમની મેચ દરમિયાન WPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરુંધતિએ આ ગુનાને કબૂલ કર્યો છે. આ ગુનો મેચ ચાલું હોય તે દરમિયાન ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવનો ઉપયોગ કરવા સંબંધિત છે.

બોલિંગ કરવાનો નિર્ણય
આ મેચમાં અરુંધતી રેડ્ડીએ 3 ઓવર ફેંકવામાં આવી હતી. આ દરમિયાન તેણે પૂનમ ખેમનરની આ વિકેટ લીધી હતી. આ વિકેટ પછી જ અરુંધતિ રેડ્ડીએ WPLઆચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ માટે શેફાલી વર્માની વાત કરવામાં આવે તો તેણે 43 બોલમાં 64 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 51 રનની ઇનિંગ રમી હતી.

નિવૃત્તિની જાહેરાત કરી
ન્યૂઝીલેન્ડના આક્રમક ઝડપી બોલર નીલ વેગનેરે તેની 12 વર્ષની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવી દીધો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધીમાં તેણે 64 ટેસ્ટ રમી હતી. આ સાથે તેણે 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવામાં મદદ પણ કરી હતી. તેણે નિવૃત્તિની જાહેરાત કરવાના કારણે તે હવે 29 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં પ્લેઈંગ 11નો ભાગ નહીં હોય. આ સાથે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે.