May 17, 2024

નીલ વેગનેરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ

અમદાવાદ: ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અચાનક ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ તેને આગામી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે પસંદ કરવામાં નહીં આવે તે વાત સામે આવતાની સાથે તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

નિવૃત્તિની જાહેરાત કરી
ન્યૂઝીલેન્ડના આક્રમક ઝડપી બોલર નીલ વેગનેરે તેની 12 વર્ષની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવી દીધો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધીમાં તેણે 64 ટેસ્ટ રમી હતી. આ સાથે તેણે 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવામાં મદદ પણ કરી હતી. તેણે નિવૃત્તિની જાહેરાત કરવાના કારણે તે હવે 29 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં પ્લેઈંગ 11નો ભાગ નહીં હોય. આ સાથે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે.

નીલ વેગનર થયો ભાવુક
નીલ વેગનર નિવૃત્તિની જાહેરાત કરતા ભાવુક થયો હતો. તેણે કહ્યું આ નિર્ણય મારા માટે સહેલો ના હતો. તમે જેને ઘણું આપ્યું છે તમને તેમાંથી ઘણું મળ્યું છે તેનાથી દૂર રહેવું પણ સહેલું નથી. પરંતુ હવે અન્ય લોકો થકી ટીમને આગળ વધારવાનો સમય આવી ગયો છે. મેં દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. મારી કારકિર્દી દરમિયાન ઘણા મારા મિત્રો બન્યા છે. જે હું ખુબ ચાહું છું. તેને હું કયારે પણ ભૂલી શકતો નથી.

નીલ વેગનરની કારકિર્દી
નીલ વેગનરનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેણે પોતાની કારકિર્દીમાં ન્યૂઝીલેન્ડ માટે કુલ 64 ટેસ્ટ મેચ રમી હતી. 52.7ના સ્ટ્રાઈક રેટ સાથે 27.57ની એવરેજથી 260 વિકેટ લીધેલી છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નીલ વેગનર 5માં નંબર પર છે. જો કે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું ચાલુ હજુ તે ચાલું રાખશે.