November 15, 2024

Rohit Sharma એ તોડી નાંખ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ

અમદાવાદ: રોહિત શર્માએ આજે ​​રાજકોટમાં ઈંગ્લેન્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આજની મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે મેચ દરમિયાન રોહિત શર્માએ પોતાના 66 રન પૂરા કર્યા હતા. જેના કારણે રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

ગાંગુલીને પાછળ છોડી દીધો
રોહિત શર્માએ આજની મેચમાં 66 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌરવ ગાંગુલી કરતા પણ વધુ રન પોતાના નામે કરી લીધા છે. આવું કરનારો તે ભારતનો સૌથી વધુ રન બનાવનાર 4 ખેલાડી બની ગયો છે.રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 469 મેચ રમીને 18575થી વધુ રન બનાવ્યા છે. તેના આંકડાઓની વાત કરીએ તો તેણે 56 ટેસ્ટ મેચ રમીને 3827 થી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં માત્ર ત્રણ બેટ્સમેન બચ્યા છે. જેમણે હિટમેન કરતા વધુ રન બનાવ્યા છે. મહત્વની વાત એ છે કે સચિન તેંડુલકરનો રેકોર્ડ કોઈ તોડી શકયું નથી. ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તેના નામે 664 મેચોમાં 34357 રન છે. હાલમાં વિરાટ કોહલી બીજા સ્થાન પર છે.

જય શાહનું મોટું નિવેદન
ક્રિકેટ જગતમાં એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે BCCIએ એક આદેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે ખેલાડીઓ ઈજાગ્રસ્ત નથી તેઓ માટે સ્થાનિક ક્રિકેટ રમવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ જય શાહે વિરાટના ઈંગ્લેન્ડ શ્રેણીમાં નહીં રમવાના નિર્ણયનું પણ સમર્થન કર્યું છે.

રવિન્દ્ર જાડેજાનું નિવેદન
ત્રીજી ટેસ્ટના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ટીમ વિશે તેઓ તેમને સૌથી મુશ્કેલ ટીમોમાંથી એક નહીં કહે. અન્ય ટીમો માટે ભારતમાં આવીને જીત મેળવવી સરળ કામ નથી. હૈદરાબાદ ટેસ્ટ મેચને યાદ કરતા તેમણે કહ્યું કે જો અમે બીજી ઇનિંગમાં જો અમે નાની ભૂલો ન કરી હોત તો અમે હાર્યા ન હોત. ટેસ્ટ ક્રિકેટમાં શક્ય તેટલી સરળ બોલિંગ કરવાનું સહેલું રહેશે. કારણ કે તેમના બેટ્સમેન દરેક તક પર શોટ રમવાનો પ્રયાસ કરશે. આપણે તેના માટે પ્લાન કરીશું. જેના કારણે આપણને સફળતા મળશે.