ભારતની જર્સી પર પાકિસ્તાન લખવામાં આવશે કે નહીં?
Team India Champions Trophy 2025 jersey: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. હવે જર્સીને લઈને વિવાદ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ નહીં હોય. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન છે જેના કારણે તમામ ટીમોની જર્સી પર ICC લોગો સાથે યજમાન દેશનું નામ જોવા મળી રહ્યું છે. જોકે આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જવાબ આપ્યો છે. BCCIએ કહ્યું કે તેઓ ICCના તમામ નિયમોનું પાલન કરશે.
આ પણ વાંચો: ઋષિકેશ પટેલે 19 ફેબ્રુઆરી થી 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રની કરી ચર્ચા
ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને કેમ થયો વિવાદ?
દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાનનું નામ ટીમ ઈન્ડિયાની જર્સી પર નહીં હોય. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જઈ રહી નથી. UAEમાં મેચ રમાશે. આથી એવો વિવાદ સામે આવ્યો હતો કે ભારતીય ટીમ પોતાની જર્સી પર માત્ર ચેમ્પિયન્સ ટ્રોફીનો લોગો જ રાખશે. જોકે આ અંગે BCCI સેક્રેટરીએ સ્પષ્ટતા કરી દીધી છે. કારણ કે આ વખતે યજમાન પાકિસ્તાન છે તેથી તેનું નામ લખવું જરૂરી છે.