મહાકુંભમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, 2ની હાલત ગંભીર
Heart Attack to Maha Kumbh Devotees: મહાકુંભમાં 2 દિવસમાં 11 ભક્તોને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. વિત્ર સ્નાન કર્યા પછી ઘણા ભક્તોની તબિયત લથડી હતી. આવો જાણીએ સંપૂર્ણ માહિતી.
આ પણ વાંચો: બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન ચાલુ, ધાર્મિક સ્થળ તોડી પાડ્યું
2 દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક
આજે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન પછી ઘણા ભક્તોને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 2 દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યો હતો. નવ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે મોકલી દેવાયા હતા. ભક્તોને ઠંડીથી બચાવવા માટે કહેવામાં આવ્યું છે. આઈસીયુ વોર્ડ હૃદયના દર્દીઓથી ભરાઈ ગયો હતો.