January 13, 2025

વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર આરોપી ઝડપાયો

Vadodara: ઉત્તરાયણને આડે હવે એક જ દિવસ બાકી છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરતો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. ટ્રાન્સપોર્ટમાં મંગાવેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો લેવા જતા પોલીસે વોન્ટેડ આરોપી નદીમ ગોલાવાલાને દબોચી લીધો હતો.

મળતી માહિતી અનુસાર વડોદરા પ્રતિબંધ ચાઈનીઝ દોરાનું વેચાણ કરવાના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે. ટ્રાન્સપોર્ટમાં મંગાવેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો લેવા જતા પોલીસે વોન્ટેડ આરોપી નદીમ ગોલાવાલાને દબોચી લીધો છે. હાલ આરોપી નદીમ ગોલાવાલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ટ્રાન્સપોર્ટમાં મંગાવેલ 2.64 લાખના પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. ત્યારે ટ્રાન્સપોર્ટ મારફતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો મંગાવનાર તનવીર કાગદીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢ: ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ, ભારે પવનના કારણે લેવાયો નિર્ણય