બોપલ કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટમાં 4 આરોપી સકંજામાં… અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા
અમદાવાદ: બોપલના કનકપુરા જ્વેલર્સમાં થયેલી 73 લાખની લૂંટમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા બોપલ લૂંટના ચારેય આરોપી સકંજામાં છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. જેમા લૂંટારુ જાવેદ અલીગઢથી ઝડપાયો છે. ત્યારે આરોપી બિરેન્દર ફરુખાબાદથી ઝડપાયો છે. જ્યોતસિંઘ અને અમરસિંઘ અગાઉ સકંજામાં આવ્યા હતા.
જોકે, હાલ લૂંટનો મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરી હથિયાર જપ્ત કર્યા છે. લૂંટનું ષડ્યંત્ર અમદાવાદથી 1100 KM દૂર રચાયું. ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં લૂંટનો પ્લાન ઘડાયો છે. આ અંગે મળતી અનુસાર ગાઝિયાબાદનો વિરેન્દ્ર અને બુલંદનો જાવેદ લૂંટારૂઓ સાથે જોડાયા હતા. લૂંટમાં અમદાવાદની ડિફેન્સ સિક્યુરિટી સર્વિસિસનું નામ પણ સામે આવ્યું છે. ફરુખાબાદના કેટલાક લોકો ડિફેન્સ સિક્યુરિટી સર્વિસમાં કામ કરતા હતા. જોકે, રેકી કરીને લૂંટની આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સિક્યુરિટીમાં કામ કરતા લોકોને રેકી કરવાની જવાબદારી સોંપી હતી. ફરુખાબાદથી જાવેદ 27 ડિસેમ્બરે રેકી કરેલી જગ્યા જોવા માટે આવ્યો હતો. તે બાદ જાવેદ 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી અમદાવાદમાં રોકાયો હતો. આ સિવાય જાવેદ અને બિરેન્દર બેમાંથી એક આરોપી હથિયાર લઈને આવ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં આગામી 3 દિવસ ગાઢ ધુમ્મસ… હવામાન વિભાગે આપ્ચું યલો એલર્ટ
નોંધનીય છે કે, બંદૂકની અણીએ 2 જાન્યુઆરીએ બપોરે સાડા ત્રણ વાગ્યે લૂંટ કરી હતી અને લૂંટ બાદ આરોપીઓ 658 કિલોમીટર બાઈક ચલાવી જયપુર પહોંચ્યા હતા. જયપુર પહોંચ્યા બાદ ચારમાંથી 2 બસમાં ફરુખાબાદ રવાના થયા હતા.