January 13, 2025

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા મામલે મોટા ખુલાસા, કાળા નાણાંના વ્યવહારો મળ્યાં

અમદાવાદઃ BZ ગ્રુપ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને લઈને વધુ કેટલાક ખુલાસાઓ થયા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બ્લેકના નાણાં વ્હાઇટ કરવા અનેક ટેકનિક અપનાવાતા હતા.

ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કપાસના ખોટા બિલો બનાવ્યાનું તપાસમાં ખૂલ્યું હતું. કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં ધોરાજીની એક કોટન મિલના નામે બિલ બનાવ્યા હોવાની વિગતો ખુલી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.

બિનાન્સ અને વજીર એક્સ જેવા એક્સચેન્જમાં એકાઉન્ટ ખોલી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું. એક્સચેન્જ આઇડીની તપાસ કરતા 19 કરોડ કરોડ જમા થયા હોવાની પણ વિગતો મળી આવી છે. 4 ડિસેમ્બરના પુરાલ ગામ નજીક સનલાઇટ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાં રેડ કરતા આરોપીએ મળતીયાઓને મોકલી ઓફિસમાં તોડફોડ પણ કરાવી હતી.