ગીર સોમનાથમાં તળાવમાંથી માટી ચોરી મામલે કાર્યવાહી, એન્જિનિયરિંગ કંપનીને એક કરોડથી વધુ દંડ
અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ બરૂલા ગામમાં તળાવમાંથી માટી ચોરીના બનાવને પગલે કલથિયા એન્જિનિયરિંગને રૂપિયા 1.38 કરોડનો દંડ ફટકારવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ જોવા મળ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના બરૂલા ગામે માટી ચોરીના કામને લઈને ખાણ ખનીજ વિભાગ દ્વારા 2 વખત સુનાવણીની તક આપવા છતાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા કોઈ જવાબ ન મળતા આખરે 1.31 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમ નહીં ભરવામાં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું સંબંધિત વિભાગના અધિકારીએ જણાવ્યું છે.
સૌપ્રથમ આ બનાવની જાણ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રોફેસર જીવાભાઈ વાળાને થતા તેમણે જણાવ્યું કે, જ્યારે તેઓ બરૂલા ગામે ગયા હતા. ત્યારે તેમણે આ તળાવો ઊંડા થવાની જાણ થતા જિલ્લા કલેક્ટરને જે-તે સમયે આ બાબતની રજૂઆત કરી હતી.