અમદાવાદમાં કમ્પાઉન્ડરે 18 વર્ષના યુવકને નશાનું ઇન્જેક્શન આપ્યું, ઓવરડોઝ લેતા થયું મોત
મિહિર સોની, અમદાવાદના ઇસનપુરમાં નશો કરવા માટે દવાના ઓવરડોઝ લેતા 18 વર્ષના યુવકનું મોત થયું છે. ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડએ યુવકને નશાનું ઇન્જેક્શન આપ્યું હતું. ઇસનપુર પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. નશાનું નેટવર્ક ચલાવતો કોણ છે આ કમ્પાઉન્ડ આવો જાણીએ માહિતી.
નશો કરવા માટે આપ્યું
ઇસનપુર વિસ્તારમાં નશાના રવાડે ચઢેલા વધુ એક યુવકનો ભોગ લેવાયો છે. ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે પૈસા કમાવવા યુવા પેઢીને નશાના રવાડે ચઢાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. કાળા બુરખામાં જોવા મળતો આરોપી જયદીપ સુથાર છે. જેણે પ્રિન્સ શર્મા નામના 18 વર્ષના યુવકને Midazolam નામનું ઇન્જેક્શન નશો કરવા માટે આપ્યું હતું. આ ઇન્જેક્શનના ઓવર ડોઝથી પ્રિન્સ શર્માનું મૃત્યુ નિપજ્યું હતું. ધટનાની વાત કરવામાં આવે તો 6 ડિસેમ્બરના રોજ મૃતક પ્રિન્સ સવારે કોલેજ જવા નીકળ્યો હતો. ત્યારે પ્રિન્સ તેના બે મિત્રો સાથે ગાર્ડનમાં ગયો હતો.
નશો રહેશે તેવું કહીને નીકળી
આશરે સવારે 10.30 વાગ્યે ઘોડાસર કેનાલ રોડ પર આવેલા ગાર્ડન માં પ્રિન્સ શર્મા અને તેનો મિત્ર તરુણ ગયા હતા. જયદીપ સુથાર ગાર્ડનમાં હાજર હતો. ત્યારે જયદીપએ પોતાની બેંગમાંથી દવાની નાની શીશી અને ઇન્જેક્શન કાઢી પ્રિન્સને બતાવ્યું હતું. જે ઇન્જેક્શન લેવાની પ્રિન્સ એ હા પાડી હતી. બાદમાં જયદીપ સુથારે શીશીમાંથી ઇન્જેક્શન ભરીને પ્રિન્સના હાથમાં માર્યું હતું. જેમાં પ્રિન્સ બેભાન થઈ ગયો હતો અને મોઢા નથી ફીણ નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ આરોપી જયદીપ કહ્યું કે પ્રિન્સ ને 5 કલાક નશો રહેશે તેવું કહીને નીકળી ગયો હતો. પરંતુ પ્રિન્સ ભાનમાં નહિં આવતા ડરી ગયેલા મિત્ર તરુણે અન્ય મિત્ર રાહુલને ફોન કરીને જણાવ્યું હતું. જેમાં રાહુલ એ સમગ્ર ધટના પ્રિન્સના પરિવારજનો કહેતા સમગ્ર મામલો ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. પ્રિન્સનું દવાના ડોજ થી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
હોસ્પિટલમાં કમ્પાઉન્ડ તરીકે નોકરી કરે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પ્રિન્સ શર્મા મૂળ રાજસ્થાન નો રહેવાસી છે અને અમદાવાદ માં માતા અંજુ શર્મા અને ભાઈ પ્રિયાંશું, એક બહેન સાથે રહેતો હતો. દહેગામ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટી બી.કોમ નાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. આરોપી જયદીપ સુથાર છેલ્લા 1 વર્ષ થી પ્રિન્સના સંપર્કમાં આવ્યો હતો. જયદીપ સુથાર હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડ તરીકે નોકરી કરે છે. જયદીપએ હોસ્પિટલમાં દર્દીના ઓપરેશનમાં વપરાતા Midazolam નામની દવાના ઇન્જેક્શન મેળવીને નશા કારોબાર ચલાવતો હતો. આરોપી જયદીપ એ પ્રિન્સ શર્મા ને બે થી ત્રણ વખત નશા યુક્ત ઇન્જેક્શન આપ્યું હતું.
આ પણ વાંચો: દુબઇમાં ધંધામાં રોકાણના નામે ઠગાઇ કરતા બંટી-બબલીને પોલીસે દબોચી લીધા
દિશામાં તપાસ શરૂ કરી
નશાનો બંધાણી બનાવ્યો હોવાનો પરિવારએ આક્ષેપ કર્યો છે. મૃતક પ્રિન્સ શર્માએ આરોપી જયદીપને નાંણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મળી આવી છે. જે પરિવાર ને જાણ વગર પૈસા આપતો હતો. આ સાથે કમ્પાઉન્ડર જયદીપએ અન્ય યુવકોને નશાના ઇન્જેક્શન આપ્યા હોવાની પોલીસને આશંકા છે. ઇસનપુર પોલીસે આરોપી જયદીપ સુથારએ આ નશાના ઇન્જેક્શન અન્ય કોને કોને આપ્યા છે. આ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન કેવી રીતે મેળવતો હતો. તેમજ તેની સાથે નશાના કારોબારમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.