November 15, 2024

તાપીમાં લગ્નની બાબતે પુત્રએ કરી પિતાની હત્યા

દિપેશ મજલપુરીયા, તાપી: તાપીના ઉચ્છલ તાલુકામાં પિતાએ પોતાના પુત્રને કામ કરવા બાબતે ઠપકો આપતા પુત્રએ આવેશમાં આવી સગા બાપ પર હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં ઘરના ચિરાગે ઘરના દીપને બુજાવી નાખતા સમગ્ર ઉચ્છલ પથકમાં નિર્દય પુત્ર સામે લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે.

ડાંગરના પાકની રોપણી કરી
એક પિતા માટે સૌથી વહાલુ એનું સંતાન હોય છે અને સંતાનની ભવિષ્યની ચિંતા ખાસ કરીને પિતા કરતા હોય છે. પરંતુ એ પિતા માટે તેમનો પુત્ર કાળ બની તેની સંતાન તેમની હત્યા કરી નાખશે તેવું પિતાએ ક્યારે વિચાર્યું ના હતું. આ ઘટના બની છે તાપીના ઉચ્છલ તાલુકામાં આવેલ સુંદરપુર ગામે. સુંદરપુર ગામમાં હોલીપાડા ફળિયામાં રહેતા શિવાજીભાઈએ પરિવાર સાથે સુંદરપુર ગામે હોલી ફળિયામાં રહે છે. શિવાજીભાઈની પત્ની યામુનાબેન વસાવાનું આજથી આશરે બે મહિના પૂર્વે અવસાન પામ્યું હતું. શિવાજીભાઈ તેમના સંતાન સાથે રહેતા હતા. શિવાજીભાઈના ખેતરમાં ડાંગરના પાકની રોપણી કરી હતી. જેની કાપણીની પરિવાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

પિતા પુત્ર વચ્ચે બોલા ચાલી થઈ
શિવાજી ભાઈ દ્વારા તેમના નાના પુત્ર હરપાલ વસાવાને ડાંગણ કાપણીમાં કામ કરવા બાબતે કહેતા અને પુત્રએ પિતાને લગ્ન બાબતે ચર્ચા કરતા પિતા પુત્ર વચ્ચે બોલા ચાલી થઈ હતી. જેની અદાવત રાખી રાત્રી દરમિયાન શિવાજી ભાઈ તેમના ઘરના ઓટલા પર ખાટલામાં સુતા હતા. તે દરમિયાન પુત્રએ પિતા શિવાજી ભાઈના માથાના ભાગે લોખંડના સળિયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી નાખ્યાં હતા. હુમલો કરીને પુત્ર નાસી છૂટ્યો હતો. લોહીમાં લથપત શિવાજીભાઈને પરિવાર દ્વારા સારવાર માટે લઈ જતા શિવાજીભાઈનું મૃત્યુ થયું હતું. જે બાબતે શિવાજીભાઈના પરિવારજનના લોકોએ ફરિયાદ નોંધાવી હતી.