November 14, 2024

સસ્પેન્શન બાદ માવજી પટેલે ભાજપને આપ્યો જવાબ

Mavji Patel: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને બીજેપીમાંથી કરાયેલ સસ્પેન્ડનો મામલે માવજી પટેલે નિવેદન આપ્યું છે. બીજેપીએ સસ્પેન્ડ કરતા માવજી પટેલે નિવેદન આપ્યું છે. માવજી પટેલે કહ્યું કે બીજેપીનું કામ બીજેપી કરે અમારું કામ અમે કર્યું છે. શું કરવું શું ન કરવું એ મારા હાથની વાત છે.

બીજેપીએ કશું આપ્યું નથી
અપક્ષ ઉમેદવાર માવજી પટેલને બીજેપીમાંથી કરાયેલ સસ્પેન્ડનો મામલે માવજી પટેલે નિવેદન આપ્યું છે. આ પછી માવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે બીજેપીએ કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. લાલજીભાઈને પણ નથી આપ્યું ને જામાભાઈને પણ નથી આપ્યું. બીજેપી ગમે તે પગલું ભરે તો અમે તૈયારી સાથે નીકળ્યા છીએ. માવજી પટેલે કહ્યું કે જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા તે સામે સિંહ આવશે તો સિંહ પણ કંટ્રોલ કરીશું.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

અમારી ટીમ અડીખમ છે
લાલજીભાઈ અને જામાભાઈ મામલે કહ્યું અમે અને અમારી ટીમ અડીખમ છીએ. માવજી પટેલે કહ્યું કે અમે કોઈ પાર્ટીની મહેરબાની પણ જીવતા નથી. અમે પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ. અમારી પગ નીચે ધરતી છે અને આ વિસ્તારની પ્રજાએ અપક્ષ ઉમેદવારને જીતાડ્યા હતા. 1962માં પણ અપક્ષ ઉમેદવાર ભીમજીભાઈ ને જીતાડ્યા હતા અને સામેના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવી હતી