November 1, 2024

અમદાવાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી

Diwali 2024: આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે, અમદાવાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લોકોએ ફટાકડા ફોડી અને દીવા પ્રગટાવી અંડકાર પર ઉજાસના પ્રતિક રૂપી દિવાળીની ઉજવણી કરી.

અમદાવાદમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સોસાયટીઓ, શેરીઓ અને રસ્તાઓ પર લોકો અવનવા રંગબેરંગી ફટાકડા ફોડતા જોવા મળી રહ્યા છે. શહેરની આકાશ રંગીન આકાશથી રંગાઈ ગયું છે.

રંગીલા રાજકોટમાં પણ દિવાળીની જોરશોર થી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દિવાળીનું મહાપર્વ છે અને રંગીલા રાજકોટમાં દિવાળી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં લોકો દિવાળીના પાવન પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે. ઠેર ઠેર પરિવાર અને મિત્રો સાથે મળી લોકોએ ફટાકડા ફોડી, ઘર આંગણે દીવા પ્રગટાવી અને રોશનીથી પોતાના ઘરોને શણગારી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર રાજકોટ શહેરમાં રંગબેરંગી અવનવા ફટાકડા ફૂટી રહ્યા છે. લોકો હાથમાં ફુલઝર સાથે ઢોલના તાલે ગરબે ઘૂમી ભવ્ય ઉજવણી કરી રહ્યા છે.