January 23, 2025

મુંબઈથી કંડલા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

કચ્છ: છેલ્લા કેટલાય સમયથી જુદી જુદી ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. હમણાં તાજેતરમાં જ 60થી 70 જેટલી ફ્લાઇટ્સને એક સાથે ધમકીઓ મળી હતી તો આજે મુંબઈથી કંડલા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો.

 

મળતી માહિતી મુજબ, મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. તો સાથે સાથે, અન્ય રૂટની કેટલીક ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની ધમકી મળતા તંત્ર દોડતું દોડતું થઈ ગયું હતું. ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા કંડલા એરપોર્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેણે પગલે પોલીસે એરપોર્ટ ખાતે સઘન તપાસ શરૂ કરી દીધી હતી.

ઘણાં દિવસોથી દેશભરની ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકીના સંદેશાઓ મળી રહ્યાં છે. જેને લઈને સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા પૂર્વ કચ્છ પોલીસે એસઓપીએ કંડલા એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.