December 22, 2024

પાકિસ્તાનમાં 9 આતંકી અને 8 સુરક્ષાકર્મી માર્યા ગયા, 7 પોલીસકર્મીઓનું અપહરણ

Pakistan: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન થયેલી લોહિયાળ અથડામણમાં ઓછામાં ઓછા નવ આતંકવાદીઓ અને આઠ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે ખૈબર જિલ્લાની તિરાહ મેદાન ખીણમાં હાથ ધરવામાં આવેલા ગુપ્ત માહિતી આધારિત ઓપરેશનમાં લશ્કર-એ-ઈસ્લામ આતંકવાદી સંગઠનના બે મહત્વપૂર્ણ કમાન્ડર પણ માર્યા ગયા. ઓપરેશનમાં સાત સુરક્ષા જવાનો અને છ આતંકીઓ પણ ઘાયલ થયા છે.

આ પણ વાંચો: શું અનમોલ બિશ્નોઈને ભારત લાવવામાં આવશે? જાણો શું કરી રહી છે ભારતીય એજન્સી

7 પોલીસકર્મીઓનું અપહરણ
આ સિવાય હથિયારબંધ લોકોએ બન્નુ જિલ્લાના વઝીર સબડિવિઝનની રોઝા ચેક પોસ્ટ પરથી ખૈબર પખ્તુનખ્વા પોલીસના 7 પોલીસકર્મીઓનું અપહરણ કર્યું છે. સશસ્ત્ર માણસો તેમની સાથે તમામ હથિયારો, દારૂગોળો અને પુરવઠો પણ લઈ ગયા હતા. પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની ગોળીબારમાં પાકિસ્તાની આર્મીના એક કમાન્ડો અને છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સૂત્રોએ આ માહિતી આપી હતી. આ ઘટના શનિવારે અફઘાનિસ્તાનની સરહદે ખૈબર જિલ્લાના તિરાહ ઘાટીના લુર મૌદાન વિસ્તારમાં બની હતી.