IPL 2024: યુઝવેન્દ્ર ચહલ પાસે રેકોર્ડ બનાવવાની તક!

IPL 2024: રાજસ્થાન રોયલ્સ ટીમની પંજાબ કિંગ્સ સામે આજે મેચ છે. આ મેચમાં સૌથી વધારે નજર લોકોની સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પર રહેશે. આઈપીએલમાં 200 વિકેટ પૂરી કરવા માટે માત્ર 3 વિકેટ બાકી રહી છે. જે આજે પુરી થઈ શકે છે.
સિદ્ધિ હાંસલ કરવાની તક
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની આજે 27મી મેચ રમાવાની છે. જેમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મહામુકાબલો થવાનો છે. રાજસ્થાનની ટીમની અત્યાર સુધી સૌથી સારું પ્રદર્શન રહ્યું હતું. અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ રાજસ્થાનની ટીમ હારી છે. 5માંથી 4માં જીત પ્રાપ્ત થઈ છે. હવે આ મેચની જીત માટે રાજસ્થાનની ટીમ પુરો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સની ટીમ માટે પણ આ મેચ જીતવી જરૂરી છે.
આ પણ વાંચો: શું રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે?
પ્રથમ બોલર બની શકે છે
IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. અત્યાર સુધીમાં તેણે 150 મેચ રમીને 21.26ની એવરેજથી 197 વિકેટ લીધી છે. જો તે પંજાબની સામે વધુ 3 વિકેટ લેશે તો તેના નામે એક રેકોર્ડ બનશે. જેમાં IPL ઈતિહાસમાં 200 વિકેટનો આંકડો સ્પર્શનાર પ્રથમ બોલર બની જશે. ચહલે અત્યાર સુધીમાં તેની કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 295 મેચ રમી છે. ભારત માટે અત્યાર સુધી આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ યુઝવેન્દ્ર ચહલના નામે છે. જોકે અત્યાર સુધીમાં તે છગ્ગો ફટકારવામાં સફળ રહ્યો છે. અત્યાર સુધીમાં આઈપીએલમાં તેની કારકિર્દી ઘણી સારી રહેશે. રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસને શાનદાર પ્રદર્શન રહ્યું છે. 43 રનની ઈનિંગ રમવામાં સફળ રહે છે તો તે તેની આઈપીએલ કારકિર્દીના 3500 રન પૂરા કરી લેશે.