December 25, 2024

યુઝર્સને ટૂંક સમયમાં જ યુટ્યુબમાં મળશે એક નવું AI ટૂલ

YouTube: યુટ્યુબનો વપરાશ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વીડિયો સ્ટ્રીમિંગ માટે યુટ્યુબનો ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ડીપફેક વીડિયોને રોકવા માટે કંપની ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મમાં એક નવું AI ટૂલ લોન્ચ કરી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આ ટૂલ હવે થોડા જ દિવસોમાં આવી શકે છે.

નવું હથિયાર બની ગયું
છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટ જગતમાં અનેક પ્રકારની ઓનલાઈન છેતરપિંડી, કૌભાંડ અને અન્ય સાયબર ક્રાઈમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલના સમયમાં YouTube સમગ્ર વિશ્વમાં સૌથી મોટું વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. YouTube તેના પ્લેટફોર્મને ડીપફેક વીડિયોથી સુરક્ષિત રાખવા માટે સતત નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. જોકે તમામ એપ હાલના સમયમાં અલગ અલગ ફીચર્સ રજૂ કરી રહી છે. હવે YouTube કંપની યુઝર્સ માટે એક નવું ફીચર લાવવા જઈ રહી છે.

આ પણ વાંચો: iPhone 16 Series: કિંમત સહિત એ તમામ વસ્તુ જે તમે જાણવા માગો છો

ડીપફેક વીડિયોને રોકવા
યુટ્યુબ છેલ્લા એક વર્ષથી ડીપફેક વીડિયોને રોકવા માટે સખત કાર્ય કરી રહ્યું છે. થોડા મહિના પહેલા વીડિયો સ્ટ્રીમિંગ જાયન્ટ પ્રાઈવસી પ્રોસેસને અપડેટ કરી હતી. હવે કંપની આ મહિને ફરી નવું ટૂલ લાવવા જઈ રહી છે. હવે કંપની એક નવું ટૂલ લાવવા જઈ રહી છે જેના દ્વારા યુઝર્સ ડીપફેક વોઈસ અને ફેસને ઓળખી શકશે. હાલમાં કંપની કૃત્રિમ ટેક્નોલોજીથી સજ્જ ફેસ ડિટેક્શન ટૂલ પર ઝડપથી કામ કરી રહી છે. લીક્સ દ્વારા બહાર આવેલી માહિતી અનુસાર, ચહેરા શોધ ટૂલનો પાયલોટ પ્રોગ્રામ નવા વર્ષની શરૂઆતમાં શરૂ થઈ શકે છે.