May 6, 2024

યોગી કેબિનેટ રામલલાના દર્શન માટે રવાના; મંત્રીઓ-ધારાસભ્યો લક્ઝરી બસમાં નીકળ્યા

Ayodhya Ram Mandir: યોગી કેબિનેટના મંત્રીઓ અને ધારાસભ્યો રામલલાના દર્શન કરવા લક્ઝરી બસો દ્વારા રવાના થયા અને ભગવાન શ્રી રામ દર્શન માટે સીએમ વિમાન દ્વારા અયોધ્યા પહોંચશે. યોગી કેબિનેટના મંત્રીઓ અને NDAના ધારાસભ્યો લક્ઝરી બસમાં અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે રવાના થયા હતા. આ બસો વિધાનસભાની સામેથી પસાર થઈ હતી. બસમાં આરએલડીના ધારાસભ્યોની સાથે સાથે રાજા ભૈયા અને આરાધના મિશ્રા વગેરે પણ સાથે ગયા છે. ડેપ્યુટી સીએમ અને વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના બંને બસ નંબર-1 દ્વારા રવાના થયા છે. માહિતી અનુસાર ધારાસભ્યોનું આ જૂથ બપોરે 12.30 વાગ્યે રામ મંદિર પહોંચશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના, રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ રવિવારે રામલલાના દર્શન કરશે. માહિતી અનુસાર સીએમ યોગી રાજ્યના વિમાન દ્વારા અને મંત્રીઓ, ધારાસભ્યો લખનૌથી 10 લક્ઝરી બસમાં અયોધ્યા પહોંચશે. તમામ મહેમાનો હનુમાનગઢી પણ જશે. મળતી માહિતી અનુસાર સીએમ યોગી બપોરે 12 વાગ્યે સરકારી વિમાન દ્વારા મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી રોડ માર્ગે અયોધ્યાધામ જવા રવાના થશે. સીએમના આગમન પહેલા વિધાનસભા અધ્યક્ષ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો સવારે 11.30 વાગ્યે હનુમાનગઢી પહોંચશે. રામ મંદિરના પરિસરમં એક કલાકના સમયગાળામાં દરેકને દર્શન કરવવામાં આવશે. મંત્રીઓ અને ધારાસભ્યોની ટીમ બપોરે લગભગ 12.30 વાગ્યે રામજન્મભૂમિ અયોધ્યા પહોંચશે. ત્યારબાદ બપોરના 3.15 વાગ્યા સુધી બધા જન્મભૂમિ સંકુલમાં રહેશે. સીએમ યોગી એરપોર્ટથી સીધા હનુમાનગઢી પહોંચે તેવી પણ શક્યતા છે. રામલલાના દર્શન બાદ તમામ વિશેષ મહેમાનોને પરિસરમાં જ બપોરનું ભોજન પીરસવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી પણ ભાગ લઈ શકે તેવી સંભાવના છે.

10 સુપર લક્ઝરી બસમાં અયોધ્યા જઈ રહી છે યોગી સરકાર
પરિવહન નિગમ દ્વારા દસ સુપર લક્ઝરી પવન હંસ બસો તૈયાર કરવામાં આવી હતી. અધિકારીઓએ બસોનું ભૌતિક નિરીક્ષણ કર્યું હતું. અયોધ્યા જનારી આ બસોને ફૂલોથી શણગારવામાં આવી અને ભગવાન રામના ધ્વજ અને સ્ટીકર લગાવવામાં આવ્યા છે. વિધાનસભાની સામેથી રવિવારે સવારે 8.30 વાગ્યે ધારાસભ્યો સાથે બસ અયોધ્યા જવા રવાના થઈ હતી. અગાઉ શનિવારે વર્કશોપમાં 10 સુપર લક્ઝરી પવન હંસ બસોનું સમારકામ કરવામાં આવ્યું હતું. બસોને ગુલાબ અને મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવી, સુઘડ પડદા લગાવવામાં આવ્યા અને નવી કાર્પેટ પાથરવામાં આવી છે. બસોમાં ભગવાન રામના ઝંડા અને રામ મંદિરના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત તો એ છે કે પવન હંસની આ બસોમાં રામધૂનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રામની નગરી અયોધ્યા જતી વખતે તમામ આદરણીય લોકો રામના ભજનનો આનંદ માણશે જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાશે. માનનીય લોકોને બસની અંદર પરિવહન નિગમનો ટ્રાવેલ મિરર, ડાયરી અને કેલેન્ડર ફોલ્ડર, પીવા માટે પાણીની સુવિધાઓ પણ આપવમાં આવશે.

RIએ બસો ચેક કરી, લીલી ઝંડી આપી
RTO ઑફિસમાં તૈનાત ડિવિઝનલ ટેકનિકલ ઑફિસર્સ (RI) પ્રશાંત કુમાર અને વિષ્ણુ કુમારે વર્કશોપમાં માનનીય લોકોને લઈ જતી બસોનું નિરીક્ષણ કર્યું હતું. લાઇટિંગ, ઇન્ડિકેટર્સ, ટાયર, વિન્ડસ્ક્રીન, ગોઠવણી વગેરેની ચકાસણી કરી હતી. જ્યાં પણ ખામીઓ જણાઈ હતી, તેને તાત્કાલિક સુધારવામાં આવી હતી. આ પછી બંને અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી.