January 8, 2025

ભારતમાં X થયું ડાઉન, યુઝર્સને થઈ રહી છે સમસ્યા

X( Twitter) Down: એલોન મસ્કના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Xનું વેબ વર્ઝન ફરી એકવાર ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થયું છે. વપરાશકર્તાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે યુઝર્સ તેમના એકાઉન્ટ એક્સેસ કરી શકતા નથી.

એકાઉન્ટ એક્સેસમાં સમસ્યા
એલોન મસ્કના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Xનું વેબ વર્ઝન ફરી એકવાર ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલા તેને ટ્વિટર તરીકે ઓળખવામાં આવતું હતું. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પણ પ્લેટફોર્મને આવી આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે યુઝર્સ તેમના એકાઉન્ટ એક્સેસ કરી શકતા નથી. ઘણી વખત કોઈ અપડેટ થતા હોય છે જેના કારણે પણ એપ્સ ડાઉન થતી હોય છે.

આ પણ વાંચો: હવે વોટ્સએપમાં ફોટો અને વીડિયો ઈન્ટરનેટ વગર મોકલો!

સમસ્યાઓનો સામનો
આ આઉટેજથી કેટલા યુઝર્સ પ્રભાવિત થયા છે તેની રિપોર્ટ્સમાં પુષ્ટિ કરવામાં આવી નથી. એક માહિતી અનુસાર બપોરે 1.00 વાગ્યાથી 1.15 વાગ્યાની આસપાસની ટેકનિકલ સમસ્યાઓ શરૂ થઈ હતી. જે પછી હજૂ સુધી વપરાશકર્તાઓ એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  આ વર્ષમાં ઘણી વખત Xને આઉટેજનો સામનો કરતું જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયામાં જ સમસ્યા થઈ હતી. 13 એપ્રિલે તો ટ્વિટર વૈશ્વિક સ્તરે ડાઉન હતું. વોટ્સએપ પણ આ વર્ષના વારંવાર ડાઉન થવાનું સામે આવી રહ્યું છે.